
ભાવનગર, 19 એપ્રિલ (હિ.સ.) : ભાવનગર જિલ્લાના પીથલપુર ગામ ખાતે આમ આદમી પાર્ટી (AAP) દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને એક મહત્વપૂર્ણ ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સભામાં AAPના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને પ્રદેશ કાર્યકારી પ્રમુખ રાજુભાઈ સોલંકી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. બંને આગેવાનોની ઉપસ્થિતિએ કાર્યક્રમમાં ખાસ ઉત્સાહ અને ઊર્જા જોવા મળી હતી.સભા દરમિયાન AAPના ઉમેદવારોને સમર્થન આપવા માટે ગામલોકોને અપીલ કરવામાં આવી હતી. સાર્વજનિક સુવિધાઓમાં સુધારાને પ્રાથમિકતા આપે છે. તેમણે ગ્રામ વિકાસ માટે શિક્ષણ, આરોગ્ય અને મૂળભૂત સુવિધાઓમાં સુધારા માટે AAPના સંકલ્પોને રજૂ કર્યા હતા.કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં ગામલોકો હાજર રહ્યા હતા અને તેમણે આગેવાનોના વિચારોને ધ્યાનપૂર્વક સાંભળ્યા હતા. સ્થાનિક સ્તરે પાર્ટીના કાર્યકરો દ્વારા પણ સક્રિય ભાગીદારી નોંધાઈ હતી, જેના કારણે સમગ્ર વાતાવરણ ઉત્સાહભર્યું બની ગયું હતું.આ ગ્રામ સભા દ્વારા AAPએ પીઠળપુર અને આસપાસના વિસ્તારોમાં પોતાનું સંગઠન મજબૂત બનાવવા સાથે ચૂંટણી માટે જનસમર્થન એકત્રિત કરવાનો પ્રયાસ કર્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT