પ્રાકૃતિક ખેતીથી સફળતા: જામવાળી ગામના ખેડૂત ભરતભાઈએ, ઉભી કરી આવકની નવી દિશા
ભાવનગર, 19 એપ્રિલ (હિ.સ.)ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના જામવાળી ગામે રહેતા ખેડૂત ભરતભાઈએ પ્રાકૃતિક ખેતી દ્વારા સફળતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. છેલ્લા ઘણા વર્ષોથી તેઓ રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓથી દૂર રહી સંપૂર્ણ પ્રાકૃતિક પદ્ધતિથી ખ
ભાવનગર


ભાવનગર, 19 એપ્રિલ (હિ.સ.)ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના જામવાળી ગામે રહેતા ખેડૂત ભરતભાઈએ પ્રાકૃતિક ખેતી દ્વારા સફળતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. છેલ્લા ઘણા વર્ષોથી તેઓ રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓથી દૂર રહી સંપૂર્ણ પ્રાકૃતિક પદ્ધતિથી ખેતી કરી રહ્યા છે. તેમના આ પ્રયત્નો આજે તેમને સારો આવકનો સ્ત્રોત આપી રહ્યા છે.

ભરતભાઈ પોતાના ખેતરમાં વિવિધ પ્રકારના શાકભાજી પાકોનું વાવેતર કરે છે. તેમાં ટમેટા, રીંગણ, મરચાં, ભીંડા, દૂધી જેવા શાકભાજીનો સમાવેશ થાય છે. પ્રાકૃતિક ખેતીમાં તેઓ ગાયના ગોબર, ગોમૂત્ર, જીવામૃત અને ઘનજીવામૃત જેવી પદ્ધતિઓનો ઉપયોગ કરે છે, જેના કારણે જમીનની ઉર્વરતા વધે છે અને પાક પણ તંદુરસ્ત બને છે.

પ્રાકૃતિક રીતે ઉગાડવામાં આવેલા શાકભાજી માટે બજારમાં સારી માંગ રહેતી હોવાથી ભરતભાઈને યોગ્ય ભાવ પણ મળી રહે છે. ગ્રાહકો પણ આરોગ્યપ્રદ અને ઝેરમુક્ત શાકભાજી તરફ વધુ આકર્ષાઈ રહ્યા છે, જેના કારણે તેમની આવકમાં વધારો થયો છે.

ભરતભાઈનો આ પ્રયત્ન અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણાદાયક બન્યો છે. ઘણા ખેડૂતો હવે પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે અને રાસાયણિક ખેતીના ખર્ચમાંથી બચત કરી રહ્યા છે. સરકાર અને કૃષિ વિભાગ પણ આવી ખેતીને પ્રોત્સાહન આપી રહ્યા છે.

આ રીતે જામવાળી ગામના ખેડૂત ભરતભાઈએ પ્રાકૃતિક ખેતી દ્વારા માત્ર પોતાનું આર્થિક સશક્તિકરણ જ કર્યું નથી, પરંતુ પર્યાવરણને બચાવવાનો સંદેશ પણ આપ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT


 rajesh pande