સરસ્વતી તાલુકાના ઉંદરા ગામે બંધ મકાનમાં ચોરી, કુલ ₹29 હજારની ચોરી
પાટણ, 19 એપ્રિલ (હિ.સ.) : પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના ઉંદરા ગામે બંધ મકાનમાં તસ્કરોએ ચોરી કરી ₹29,000નો માલ લૂંટી લીધો હતો. મકાનનો નકુચો તોડી તિજોરીમાંથી રોકડ અને ચાંદીના દાગીના લઈ ચોર ફરાર થઈ ગયા હતા. આ અંગે સરસ્વતી પોલીસ મથકે અજાણ્યા ઈસમો સામે
સરસ્વતી તાલુકાના ઉંદરા ગામે બંધ મકાનમાં ચોરી, કુલ ₹29 હજારની ચોરી


પાટણ, 19 એપ્રિલ (હિ.સ.) : પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના ઉંદરા ગામે બંધ મકાનમાં તસ્કરોએ ચોરી કરી ₹29,000નો માલ લૂંટી લીધો હતો. મકાનનો નકુચો તોડી તિજોરીમાંથી રોકડ અને ચાંદીના દાગીના લઈ ચોર ફરાર થઈ ગયા હતા. આ અંગે સરસ્વતી પોલીસ મથકે અજાણ્યા ઈસમો સામે ગુનો નોંધાયો છે.

ફરિયાદી ભાણજી સુથાર છેલ્લા 15 વર્ષથી સુરતમાં પરિવાર સાથે રહે છે અને તેમનું વતનનું મકાન ઉંદરા ગામે આવેલું છે, જે મોટાભાગે બંધ રહે છે. તેઓ 1 માર્ચ, 2026ના રોજ ગામે આવી મકાન બંધ કરીને પરત સુરત ગયા હતા.

17 એપ્રિલે તેમની પુત્રવધૂ આશાબેન ગામે આવતા મકાનનો દરવાજો તૂટેલો અને ખુલ્લો જોવા મળ્યો હતો. ત્યારબાદ ભાણજીભાઈ ગામે પહોંચ્યા અને તપાસ કરતા ચોરીની ઘટના સામે આવી.

તપાસમાં જણાયું કે તસ્કરોએ બે તિજોરીના તાળા તોડી ₹25,000 રોકડ, ચાંદીના દાગીના અને સિક્કા સહિત કુલ ₹29,000ની ચોરી કરી હતી. પોલીસે BNSની કલમ 305(a), 331(3) અને 331(4) હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande