વલસાડ LCBની મોટી કાર્યવાહી: આઈશર ટેમ્પોમાં 53 લાખથી વધુના વિદેશી દારૂ સાથે એક આરોપી ઝડપાયો
વલસાડ, 19 એપ્રિલ (હિ.સ.) : વલસાડ જિલ્લામાં પ્રોહિબીશન હેઠળના ગુનાઓ સામે કડક કાર્યવાહી કરતાં વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચ (LCB) એ મોટી સફળતા મેળવી છે. ગોવાથી વડોદરા તરફ લઈ જવાતા વિદેશી દારૂના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. માહિતી
દારૂ સાથે આઈશર ટેમ્પો અને આરોપી ઝડપાયો.


વલસાડ, 19 એપ્રિલ (હિ.સ.) : વલસાડ જિલ્લામાં પ્રોહિબીશન હેઠળના ગુનાઓ સામે કડક કાર્યવાહી કરતાં વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચ (LCB) એ મોટી સફળતા મેળવી છે. ગોવાથી વડોદરા તરફ લઈ જવાતા વિદેશી દારૂના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે.

માહિતી અનુસાર, સુરત રેન્જના પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહ તથા વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજા ના માર્ગદર્શન હેઠળ LCB ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમ્યાન મળેલી બાતમીના આધારે વલવાડ ખાતે નેશનલ હાઈવે નં. 48 ઉપર ટ્રેપ ગોઠવાયો હતો.પોલીસે મરુન રંગનો આઈશર ટેમ્પો (GJ-23-AW-8248) રોકીને તપાસ કરતા અંદરથી ભારતીય બનાવટની વિદેશી દારૂની 411 બોક્સ (કુલ 19,728 બોટલ) મળી આવી હતી. આ દારૂની કિંમત રૂ. 38,07,504 ગણાઈ છે. સાથે ટેમ્પો (રૂ. 15 લાખ) અને ત્રણ મોબાઇલ ફોન સહિત કુલ રૂ. 53,13,504 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

આ મામલે ટેમ્પો ચલાવનાર આરોપી મિહિરભાઈ ચૌહાણ (ઉંમર 32, રહેવાસી આણંદ) ને ઝડપવામાં આવ્યો છે. જ્યારે જાવેદ મેમણ (રહેવાસી વડોદરા)ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે, જે દારૂના જથ્થાને મેનેજ કરતો હોવાનો અંદાજ છે.

આ સમગ્ર કામગીરી એ.યુ. રોઝ ના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. જે.જી. વસાવા તથા તેમની ટીમ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી.

પકડાયેલ આરોપી અને કબજે કરાયેલ મુદ્દામાલને વધુ તપાસ માટે ભીલાડ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે. સમગ્ર જિલ્લામાં આ કાર્યવાહી બાદ હડકંપ મચી ગયો છે અને પોલીસ વધુ તપાસમાં લાગી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha


 rajesh pande