ઉપરાષ્ટ્રપતિ રાધાકૃષ્ણને, શ્રીલંકાના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન સાથે મુલાકાત કરી
કોલંબો, નવી દિલ્હી, 19 એપ્રિલ (હિ.સ.) ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને રવિવારે શ્રીલંકાની તેમની પ્રથમ દ્વિપક્ષીય સત્તાવાર મુલાકાત દરમિયાન કોલંબો સ્થિત રાષ્ટ્રપતિ સચિવાલયમાં રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકે અને વડાપ્રધાન ડૉ. હરિણી અમરસૂર્યા સાથે મુલા
ીો્ફો ્


કોલંબો, નવી દિલ્હી, 19 એપ્રિલ (હિ.સ.) ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને રવિવારે શ્રીલંકાની તેમની પ્રથમ દ્વિપક્ષીય સત્તાવાર મુલાકાત દરમિયાન કોલંબો સ્થિત રાષ્ટ્રપતિ સચિવાલયમાં રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકે અને વડાપ્રધાન ડૉ. હરિણી અમરસૂર્યા સાથે મુલાકાત કરી. શ્રીલંકાના વડાપ્રધાને ઉપરાષ્ટ્રપતિના સન્માનમાં વડાપ્રધાનના નિવાસસ્થાન 'ટેમ્પલ ટ્રીઝ' ખાતે બપોરના ભોજનનું આયોજન કર્યું હતું.

વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ દરમિયાન બંને નેતાઓએ સહિયારા ઇતિહાસ અને મજબૂત સંસ્કૃતિગત સંબંધો પર આધારિત બહુઆયામી સંબંધોને વધુ ગાઢ બનાવવા માટે સાર્થક ચર્ચા કરી. બંને નેતાઓએ સદીઓ જૂના સાંસ્કૃતિક સંબંધોને યાદ કર્યા. સાથે જ દ્વિપક્ષીય સહયોગને વધુ ગાઢ બનાવવાની દિશામાં તકનીકી અને સાંસ્કૃતિક આદાન-પ્રદાન પર ચર્ચા કરી.

ચર્ચાનો એક મોટો હિસ્સો ભારતીય આવાસ યોજના અને 'દિતવાહ' વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારો માટે ફાળવવામાં આવેલા 45 કરોડ અમેરિકી ડોલરના સહાય પેકેજ પર કેન્દ્રિત રહ્યો. આ અંતર્ગત ભારતીય મૂળના તમિલ સમુદાયના પ્રભાવિત વિસ્તારોમાં પુનઃનિર્માણ અને પુનર્વસન પ્રયાસોની સમીક્ષા કરવામાં આવી. બંને પક્ષોએ માછીમાર સમુદાયોની આજીવિકાને ધ્યાનમાં રાખીને માનવીય દ્રષ્ટિકોણથી તેમની સમસ્યાઓના કાયમી ઉકેલ પર ભાર મૂક્યો.

હિન્દુસ્તાન સમાચાર / શ્રદ્ધા દ્વિવેદી / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande