
દક્ષિણ દિનાજપુર, નવી દિલ્હી, 19 એપ્રિલ (હિ.સ.) પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન રવિવારે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નવીને દક્ષિણ દિનાજપુર જિલ્લાના બાલુરઘાટમાં એક રોડ શો કર્યો હતો. તેમણે બાલુરઘાટ વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર વિદ્યુત કુમાર રોયના સમર્થનમાં મંગલપુર ચોકથી થાણા ચોક સુધી રોડ શો યોજ્યો હતો.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે રાજ્યની સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસ સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, દેશમાં એક ગઠબંધન સક્રિય છે, જેને અમે 'મહિલા વિરોધી ગઠબંધન' કહીએ છીએ. જે બિલ દ્વારા મહિલાઓને તેમના અધિકારો મળત, તે બિલને તૃણમૂલ, કોંગ્રેસ, ડીએમકે અને સમાજવાદી પાર્ટીએ રોકી દીધું છે. તેમણે મહિલાઓને તેમના અધિકારોથી વંચિત રાખી છે. પશ્ચિમ બંગાળનો દરેક નાગરિક મહિલાઓના આ અપમાનનો બદલો લેશે.
રાષ્ટ્રીય અધ્યક્ષે કહ્યું કે, વિપક્ષ સીમાઓના સીમાંકનનું બહાનું કાઢી રહ્યો છે, પરંતુ તે સીમાંકન તેમના શાસનકાળમાં થયું હતું. તેમને પોતાના જ કાયદાઓ પર વિશ્વાસ નથી. એક મહિલા મુખ્યમંત્રી હોવા છતાં મમતા દીદીએ મહિલા અનામતનો વિરોધ કર્યો છે. પશ્ચિમ બંગાળની મહિલાઓ તેમને પાઠ ભણાવશે. ભવિષ્યમાં નારી શક્તિ વંદન અધિનિયમ પસાર થઈને જ રહેશે.
હિન્દુસ્થાન સમાચાર / ગંગા / અમરેશ દ્વિવેદી
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ