કંગના રનૌતે નંદીગ્રામમાં રોડ શો કર્યો, કહ્યું- દરેક જગ્યાએ કેસરીયાની રોનક
નંદીગ્રામ, નવી દિલ્હી, 19 એપ્રિલ (હિ. સ.). પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં મતદાનનો દિવસ જેમ-જેમ નજીક આવી રહ્યો છે, તે જ ગતિએ પ્રચાર પણ જોર પકડી રહ્યો છે. આ ક્રમમાં રવિવારે બોલીવુડ અભિનેત્રી અને ભારતીય જનતા પાર્ટી (ભાજપા) સાંસદ કંગના રનૌતે, પૂર્વ મે
કંગના રનૌતે નંદીગ્રામમાં રોડ શો કર્યો


નંદીગ્રામ, નવી દિલ્હી, 19 એપ્રિલ (હિ. સ.). પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં મતદાનનો દિવસ જેમ-જેમ નજીક આવી રહ્યો છે, તે જ ગતિએ પ્રચાર પણ જોર પકડી રહ્યો છે. આ ક્રમમાં રવિવારે બોલીવુડ અભિનેત્રી અને ભારતીય જનતા પાર્ટી (ભાજપા) સાંસદ કંગના રનૌતે, પૂર્વ મેદિનીપુર જિલ્લાના નંદીગ્રામમાં રોડ શો કર્યો હતો.

આ દરમિયાન મીડિયા સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે, નંદીગ્રામના લોકો અન્યાયને ક્યારેય સહન કરતા નથી. ગત વખતે મમતા બેનર્જીને અહીંથી હાંકી કાઢવામાં આવ્યા હતા અને આ વખતે તેઓ અહીંથી ચૂંટણી પણ લડી રહ્યા નથી. આ જ નંદીગ્રામની તાકાત છે. દરેક જગ્યાએ કેસરીયો દેખાઈ રહ્યો છે. બંગાળ ચૂંટણીને લઈને ભારે ઉત્સાહનો માહોલ છે.

ઉલ્લેખનીય છે કે, નંદીગ્રામથી ભાજપના વરિષ્ઠ નેતા અને રાજ્ય વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા શુભેન્દુ અધિકારી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે. ગત વિધાનસભા ચૂંટણીમાં શુભેન્દુએ, આ બેઠક પરથી મુખ્યમંત્રી મમતા બેનર્જીને હરાવ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / સંતોષ મધુપ / અમરેશ દ્વિવેદી

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande