મહિલા અનામત અંગે કોંગ્રેસે સરકાર પર સવાલો ઉઠાવ્યા
નવી દિલ્હી, 19 એપ્રિલ (હિ.સ.). મહિલા અનામત પર 131માં બંધારણીય સુધારા વિધેયકના લોકસભામાં પડી ગયા બાદ રાજકારણ તેજ બન્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શનિવારે સાંજે વિરોધ પક્ષો પર લગાવવામાં આવેલા આરોપો બાદ કોંગ્રેસે વળતો પ્રહાર કર્યો છે. કોંગ્ર
કોંગ્રેસ પ્રવક્તા સુપ્રિયા શ્રીનેત


નવી દિલ્હી, 19 એપ્રિલ (હિ.સ.). મહિલા અનામત પર 131માં બંધારણીય સુધારા વિધેયકના લોકસભામાં પડી ગયા બાદ રાજકારણ તેજ બન્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શનિવારે સાંજે વિરોધ પક્ષો પર લગાવવામાં આવેલા આરોપો બાદ કોંગ્રેસે વળતો પ્રહાર કર્યો છે.

કોંગ્રેસ પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે, આજે અહીં પાર્ટી મુખ્યાલયમાં આયોજિત પત્રકાર પરિષદમાં સરકારને સવાલો પૂછ્યા હતા. તેમણે કહ્યું કે, જો સરકાર મહિલા અનામતની તરફેણમાં છે, તો 543 લોકસભા બેઠકોમાંથી એક તૃતીયાંશ એટલે કે 181 બેઠકો મહિલાઓ માટે કેમ અનામત રાખવામાં આવતી નથી.

તેમણે કહ્યું કે, સમગ્ર વિપક્ષ સતત સરકાર પાસે માંગ કરી રહ્યો છે કે તે ગૃહમાં વિધેયક લાવીને મહિલા અનામતને અસરકારક બનાવે અને તેમાં કોઈપણ પ્રકારની શરતો ન રાખે. વિપક્ષ આ મુદ્દે સરકારને પૂરો ટેકો આપવા તૈયાર છે.

સુપ્રિયા શ્રીનેતે કહ્યું કે, મહિલા અનામત વિધેયકને લાગુ કરવામાં સરકાર જ અવરોધ બની રહી છે. આ વિધેયક પહેલા જ સંસદમાંથી પસાર થઈને બંધારણનો હિસ્સો બની ચૂક્યું છે પરંતુ તેના અમલીકરણમાં વિલંબ કરવામાં આવી રહ્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande