
વાપી , 19 એપ્રિલ (હિ.સ.) ભીષણ ગરમીને ધ્યાનમાં રાખીને વાપી સોશિયલ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી અને સમાજસેવક કિરણ રાવલે દર વર્ષની જેમ આ વર્ષે પણ શહેરમાં ઠંડા પાણીની સેવા શરૂ કરી છે.
આ પહેલ અંતર્ગત વાપી ટાઉનમાં અંદાજે ત્રણ અલગ-અલગ સ્થળોએ ઠંડા પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે, જ્યાંથી રાહદારીઓ, મજૂરો અને સામાન્ય નાગરિકો નિઃશુલ્ક ઠંડું પાણી પીીને પોતાની તરસ બુઝાવી રહ્યા છે.
કિરણ રાવલ દ્વારા શરૂ કરાયેલ આ સેવા સતત લગભગ ચાર મહિના સુધી ચાલુ રહેશે, જેના કારણે ગરમીના સમયમાં સૈંકડો લોકોને રાહત મળશે. દરરોજ મોટી સંખ્યામાં લોકો આ જલસેવાનો લાભ લઈ રહ્યા છે.
સ્થાનિક લોકોએ આ પહેલની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે, ગરમીના સમયમાં આ એક અત્યંત ઉપયોગી અને માનવતાભર્યો પ્રયાસ છે.
કિરણ રાવલની આ સરાહનીય કામગીરીથી રાહદારીઓના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha