


પોરબંદર, 20 એપ્રિલ (હિ.સ.) પોરબંદર -દ્રારકા હાઈવે પર આવેલા ભોગાત ગામ નજીક અકસ્માતની ઘટના બની હતી બોલેરો કારનુ ટાયર ફાટતા દ્રારકાના ભીમરાણા ગામના એક યુવાનનુ મોત થયુ હતુ જયારે અન્ય છ યુવાનો ઈજાગ્રસ્ત બન્યા હતા.
દ્રારકાના ભીમરાણા ગામના સાત જેટલા યુવાનો રવિવારે પોરબંદર નજીકના કુછડી ગામ પાસે આવેલા વોટરપાર્કમા, નાહવા માટે આવ્યા હતા અને બપોર બાદ બોલેરો કાર લઈ અને પરત ફરી રહ્યા હતા તે દરમ્યાન ભોગાત ગામ પાસે બોલેરો કારનુ પાછળનુ ટાયર ફાટત કાર પલટી મારી ગઇ હતી.
તેમા સવાર સાત જેટલા યુવાનો ઇજાગ્રસ્ત બન્યા હતા. તમામને સારવાર માટે પોરબંદરની સરકારી ભાવસિંહજી સરકારી હોસ્પિટલ ખાતે લાવામા આવ્યા હતા. જેમા રાજેશ સુમરાણીયા નામના યુવાનુ સારવાર દરમ્યાન મોત થયુ હતુ. જયારે અન્ય છ જેટલા યુવાનો ઈજાગ્રસ્ત બન્યા હતા અકસ્માતની જાણ થતા જાણીતા સેવભાવી અને ઈન્ડીયન રેડ ક્રોસના પ્રમુખ, રામદેભાઈ મોઢવાડીયા હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને મૃતક યુવાનના પરિવારને શાંત્વના આપી હતી. તેમજ ઈજાગ્રસ્તો તુરંત સારવાર મળે તેવી વ્યવાસ્થા કરી હતી, આ અકસ્માતના બનાવને પગલે વિસ્તારમાં ભારે ચર્ચા જોવા મળી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya