
પાટણ, 20 એપ્રિલ (હિ.સ.)પાટણ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી દરમિયાન પક્ષની શિસ્તનો ભંગ કરીને પક્ષ વિરોધી પ્રવૃત્તિઓમાં જોડાયેલા કુલ 26 કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટી દ્વારા તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પ્રદેશ ભાજપના આદેશ અનુસાર, તમામ કાર્યકર્તાઓને પક્ષના પ્રાથમિક અને સક્રિય સભ્યપદથી 6 વર્ષ માટે દૂર કરવામાં આવ્યા છે. આ નિર્ણય પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે જાહેર કરાયો હતો.
જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંધવ દ્વારા જાહેર કરાયેલી યાદી મુજબ, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં પક્ષના સત્તાવાર ઉમેદવારો સામે અન્ય પક્ષ કે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવનારાઓ સામે આ કાર્યવાહી હાથ ધરાઈ છે. સસ્પેન્ડ કરાયેલા સભ્યોમાં જિલ્લા પંચાયતના 2, ચાણસ્મા તાલુકા પંચાયતના 1, શંખેશ્વર તાલુકા પંચાયતના 1, રાધનપુર તાલુકા પંચાયતના 1, સાંતલપુર તાલુકા પંચાયતના 4, સિદ્ધપુર તાલુકા પંચાયતના 2, પાટણ નગરપાલિકાના 7 અને સિદ્ધપુર નગરપાલિકાના 8 સભ્યોનો સમાવેશ થાય છે.
મુખ્ય નામોમાં જિલ્લા પંચાયત બેઠક પરથી પટેલ ભગવતીબેન કનુભાઈ (બિલીયા) અને રાજપૂત માનજી પ્રતાપજી (નેદ્રા)નો સમાવેશ થાય છે. પાટણ નગરપાલિકામાંથી લીંબાચીયા શુશીલભાઈ આત્મારામ, રાવલ છાયાબેન મયુરકુમાર, રાજપૂત ગોપાલસિંહ ગંગાસિંહ, પ્રજાપતિ ચેતનાબેન કમલેશભાઈ, ફારુકી મહમદકુસેન અતાહુસેન, સોલંકી પિનલબેન વિપુલભાઈ અને ઠાકોર ભવાનજી વરસાજીને પક્ષમાંથી દૂર કરવામાં આવ્યા છે.
સિદ્ધપુરમાં વાઘેલા કનુભા દલાજી, ઠાકોર નિરમાબેન સેધુસિંગ, પ્રજાપતિ હસમુખભાઈ હરગોવનભાઈ, પ્રજાપતિ વિકાસભાઈ હસમુખભાઈ, ભટ્ટ હેતલબેન રાકેશકુમાર, વ્યાસ દિપીકાબેન કિરણકુમાર, ઠાકર ગાયત્રીબેન મિતેશકુમાર અને ઠાકોર સજનબેન રાજુજી સામે કાર્યવાહી થઈ છે. ઉપરાંત તાલુકા સ્તરે ઠાકોર હંસાબેન માધવસિંહ (ધાણોધરડા), ઠાકોર ભેમાજી અમથાજી (શંખેશ્વર), સોલંકી મુકેશભાઈ પચાણભાઈ (કામલપુર), ઠાકોર જમુબેન ધિરાજી (ઝઝામ), પ્રજાપતિ દિનેશભાઈ ખેમાભાઈ (લોદરા), ચૌધરી મઘાભાઈ દેવણભાઈ (વારાહી-2), આહીર રાણીબેન નારણભાઈ (મઢુત્રા), પટેલ અગ્નિભાઈ રણછોડભાઈ (કુવારા) અને રાઠોડ ધનજીભાઈ વિરાભાઈ (ડીંડરોલ)નું સભ્યપદ પણ રદ કરવામાં આવ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ