
ભાવનગર, 20 એપ્રિલ (હિ.સ.) : ભાવનગર જિલ્લામાં અકસ્માતોની ઘટનાઓમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. તાજેતરમાં તળાજા તાલુકાના રાળગોણ નજીક એક દુર્ઘટનાની ઘટના સામે આવી છે, જેમાં એક મહિલા કારની અડફેટે આવી જતા ઇજાગ્રસ્ત બની હતી.
મળતી માહિતી મુજબ, રાળગોણ કામ નજીક રસ્તા પરથી પસાર થતી વખતે અચાનક એક ઝડપી ગતિએ આવતી કારના ચાલકે વાહન પરનો કાબૂ ગુમાવતા મહિલાને ટક્કર મારી હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે મહિલા રસ્તા પર પટકાઈને ગંભીર રીતે ઇજાગ્રસ્ત બની હતી. ઘટનાને પગલે આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને મહિલાને પ્રાથમિક સહાય પહોંચાડવામાં આવી હતી. સ્થાનિક લોકોની મદદથી ઇજાગ્રસ્ત મહિલાને તરત જ નજીકની હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવી હતી. હોસ્પિટલમાં તબીબોની ટીમ દ્વારા મહિલાને તાત્કાલિક સારવાર આપવામાં આવી રહી છે. મહિલાની હાલત સ્થિર હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે, જોકે વધુ સારવાર માટે તેને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવી છે.આ અકસ્માતને પગલે વિસ્તારના લોકોમાં ચિંતા વ્યાપી ગઈ છે. સ્થાનિકોએ વાહનચાલકોને નિયમોનું પાલન કરવા અને ધીમી ગતિએ વાહન ચલાવવા અપીલ કરી છે, જેથી આવી દુર્ઘટનાઓ અટકાવી શકાય.
---------------
હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT