સુરતમાં BRTS બસનો અકસ્માત: રાહદારીઓને ઇજા, ડ્રાઈવર ફરાર થતા લોકોએ બસને નિશાન બનાવી
સુરત, 20 એપ્રિલ (હિ.સ.): સુરત શહેરમાં ફરી એકવાર BRTS બસ સાથે જોડાયેલો ગંભીર અકસ્માત સામે આવ્યો છે. પાંડેસરા વિસ્તારમાં ચીકુવાડી નજીક મોડી રાત્રે એક બસે રોડ પાર કરી રહેલા વ્યક્તિને ટક્કર મારી હતી, જેના કારણે આસપાસના લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. અકસ્
Surat


સુરત, 20 એપ્રિલ (હિ.સ.): સુરત શહેરમાં ફરી એકવાર BRTS બસ સાથે જોડાયેલો ગંભીર અકસ્માત સામે આવ્યો છે. પાંડેસરા વિસ્તારમાં ચીકુવાડી નજીક મોડી રાત્રે એક બસે રોડ પાર કરી રહેલા વ્યક્તિને ટક્કર મારી હતી, જેના કારણે આસપાસના લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. અકસ્માત બાદ તરત જ સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા.

આ ઘટનામાં બે લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે. તેમાંના એકને ગંભીર હાલતમાં તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યારે બીજા વ્યક્તિને સામાન્ય ઇજા પહોંચી હતી. ઘટનાની ગંભીરતા જોઈને આસપાસના વિસ્તારમાં ચિંતા ફેલાઈ ગઈ હતી.

અકસાન્ત બાદ બસનો ડ્રાઈવર સ્થળ પરથી ફરાર થઈ જતાં લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. વારંવાર થતા આવા અકસ્માતોને લઈને ગુસ્સે ભરાયેલા ટોળાએ બસના કાચ તોડી નાંખ્યા હતા. ઘટનાની જાણ થતાં જ પાંડેસરા પોલીસ તાત્કાલિક સ્થળે પહોંચી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande