મહીસાગરના સંતરામપુર ખાતે આયોજિત 'વિકાસ સંકલ્પ સભા' ને સંબોધિત કરતા રાજ્યના મુખ્યમંત્રી
મહીસાગર/ગાંધીનગર, 20 એપ્રિલ (હિ.સ.) રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહીસાગર જિલ્લાના સંતરામપુર ખાતે આયોજિત ''વિકાસ સંકલ્પ સભા''માં સંબોધન કર્યું હતું. તેમણે માનગઢના વીરો અને ગોવિંદ ગુરુને ભાવવંદન કરતા તેમના સંબોધનની શરૂઆત કરી હતી અને જણાવ્ય
મુખ્યમંત્રી


મુખ્યમંત્રી


મહીસાગર/ગાંધીનગર, 20 એપ્રિલ (હિ.સ.) રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહીસાગર જિલ્લાના સંતરામપુર ખાતે આયોજિત 'વિકાસ સંકલ્પ સભા'માં સંબોધન કર્યું હતું. તેમણે માનગઢના વીરો અને ગોવિંદ ગુરુને ભાવવંદન કરતા તેમના સંબોધનની શરૂઆત કરી હતી અને જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશ અને ગુજરાતમાં વિકાસની જે રાજનીતિ શરૂ કરી છે, તેનો સીધો લાભ છેવાડાના માનવી સુધી પહોંચ્યો છે. આજે જનતા માટે કરેલા વિકાસકાર્યોના આધાર પર ચૂંટણી લડાઈ રહી છે. લોકોમાં દેખાઈ રહેલો ઉત્સાહ ભાજપા પ્રત્યેનો અતૂટ વિશ્વાસ દર્શાવે છે.

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક એવું નેતૃત્વ છે જેણે ક્યારેય નાનું વિચાર્યું નથી, તેમણે હંમેશા મોટા લક્ષ્ય સાથે કાર્ય કર્યું છે જેનો લાભ દેશના કરોડો નાગરિકોને મળ્યો છે. તેમણે ઉમેર્યું કે પાયાની જરૂરિયાતો જેવી કે પાણી, વીજળી અને રોડ-રસ્તાની સુવિધાઓ ગામેગામ પહોંચી છે. ગરીબ અને મધ્યમ વર્ગની આરોગ્ય વિષયક ચિંતા કરતા વડાપ્રધાનએ યોગથી આયુષ્માન ભારત યોજના સુધીની ઉત્તમ વ્યવસ્થા કરી છે, જેના કારણે ગંભીર બીમારીઓમાં મફત સારવાર ઉપલબ્ધ બની છે. આ ઉપરાંત પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા અનેક પરિવારોનું પોતાના ઘરનું સપનું સાકાર થયું છે.

મુખ્યમંત્રી પટેલે મહેસૂલના નિયમોમાં ઐતિહાસિક સુધારા અંગે જણાવ્યું કે, જમીનમાં હવે નવી શરતમાંથી જૂની શરતમાં સીધો 7-12ના ઉતારામાં ફેરફાર થશે, જેના માટે નાગરિકોએ અરજી પણ કરવી પડશે નહીં. ગોધર અને કોઠંબા જેવા નવા તાલુકાઓની ભેટ વિસ્તારને મળી છે જેનાથી વહીવટી સરળતા વધશે. અંતમાં, વિપક્ષી પ્રલોભનોથી સાવચેત રહેવા અપીલ કરતા તેમણે જણાવ્યું કે વિકસિત ભારત માટે 'વિકસિત ગુજરાત'ના સંકલ્પ સાથે આપણે સૌએ સાથે મળીને આગળ વધવાનું છે. આજે સરકારની તમામ યોજનાઓના લાભો લાભાર્થીઓને પારદર્શક રીતે મળી રહ્યા છે. તેઓએ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપાના ઉમેદવારો જંગી બહુમતીથી વિજયી બનાવવા જનતાને આહ્વાન કર્યું હતું.

આ કાર્યક્રમમાં પ્રદેશ મંત્રી મુક્તીબેન જોષી, જિલ્લા ભાજપા પ્રમુખ દશરથબારિયા, સાંસદ જશવંતસિંહ ભાભોર, પૂર્વ મંત્રી અને ધારાસભ્ય નિમિષા સુથાર, ધારાસભ્ય કુબેર ડિંડોર, અમુલ ડેરીના ચેરમેન શાભેસિંહ પરમાર, જિલ્લાના સંગઠનના હોદ્દેદારો, સિનિયર આગેવાનો, અગ્રણીઓ, કાર્યકરો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande