પોરબંદર થી દ્વારકા સુધીની, પદયાત્રાનો પ્રારંભ.
પોરબંદર, 20 એપ્રિલ (હિ.સ.) પોરબંદરમા અખાત્રીજના દિવસે સુદામાનગરી થી દ્રારકાનગરી સુધીની પદયાત્રાનો પ્રારંભ કરવામા આવ્યો હતો. આજે અખાત્રીજના દિવસે પદયાત્રાનો પ્રારંભ થયો હતો. જેમા મોટી સંખ્યામા શ્રધ્ધાળુઓ જોડયા હતા. પોરબંદરમા સેવાભાવી સંસ્થા શ્રી કૃષ
પોરબંદર થી દ્વારકા સુધીની પદયાત્રાનો પ્રારંભ.


પોરબંદર થી દ્વારકા સુધીની પદયાત્રાનો પ્રારંભ.


પોરબંદર, 20 એપ્રિલ (હિ.સ.) પોરબંદરમા અખાત્રીજના દિવસે સુદામાનગરી થી દ્રારકાનગરી સુધીની પદયાત્રાનો પ્રારંભ કરવામા આવ્યો હતો. આજે અખાત્રીજના દિવસે પદયાત્રાનો પ્રારંભ થયો હતો. જેમા મોટી સંખ્યામા શ્રધ્ધાળુઓ જોડયા હતા. પોરબંદરમા સેવાભાવી સંસ્થા શ્રી કૃષ્ણ-સુદામા ભકત સેવા મંડળ દ્રારા અખાત્રીજના દિવસે પોરબંદરથી દ્રારકા સુધીની છઠ્ઠી પદયાત્રનુ પ્રસ્થાન થયુ હતુ. જેમા મોટી સંખ્યામા શ્રધ્ધાળુઓ જોડાયા હતા અને જય દ્રારકાધીશના નાદથી વાતાવરણ ગુંજી ઉઠયુ હતુ.

સુદામાજી અખાત્રીજીના દિવસે ભગવાન શ્રીકૃષ્ણને મળવા માટે દ્રારકા ગયા હોવાની એક ધાર્મિક માન્યતા હોય જેથી પોરબંદરમા શ્રી કૃષ્ણ-સુદામા ભકત સેવા મંડળ દ્રારા છેલ્લા છ વર્ષથી સુદામનગરીથી દ્રારકા નગરી સુધીની પદયાત્રાનુ આયોજન કરવામા આવે છે. આજે અખાત્રીજના દિવસે સુદામાજીના ચરણ સ્પર્શ કરી તેમજ મંદિરને નૂતન ધ્વજારોહણ કરીને, આ પદયાત્રાનુ પ્રસ્થાન કરવામા આવ્યુ હતુ. જેમા ભાઈઓ-બહેનો અને બાળકો પણ જોડયા હતા.

સુદામાજી અખાત્રીજના દિવસે પોરબંદરથી દ્રાકકા ગયા હોવાથી, તે માન્યતા મુજબ અખાત્રીજથી પદાયાત્રાનો પ્રારંભકરવામા આવે છે. આજે પ્રસ્થાન થયેલી આ પદયાત્રા આગામી 22 એપ્રિલના રોજ દ્રારકા ખાતે પહોંચશે અને ભગવાન દ્રારકાધીશન દર્શન કરશે. પદયાત્રીઓ માટે સંસ્થા દ્રારા રસ્તામા રહેવા -જમવા, ચા-પાણી સહિતની વ્યવસ્થા કરવામા આવી છે. પોરબંદરથી પ્રસ્થાન થયેલી, આ પદયાત્રમા કૃષ્ણભકિતના ગીતો અને ધજા પતાકા અને રાસની રમઝટ સાથે આગળ વધતી હતી જેમાં શ્રધ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande