દમણમાં ગેરકાયદે દારૂનો મોટો જથ્થો ઝડપાયો, પોલીસની મોટી સફળતા
દમણ , 20 એપ્રિલ (હિ.સ.) દમણની કોષ્ટલ પોલીસ સ્ટેશન કડૈયા દ્વારા નિયમિત પેટ્રોલિંગ દરમિયાન મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસની સતર્કતા અને મુસ્તેદીથી બે અલગ-અલગ સ્થળોએ દરોડા પાડી કુલ 601 પેટી ગેરકાયદે દારૂ જપ્ત કરવામાં આવ્યો છે. પેટ્રોલિંગ દ
દમણમાં કોષ્ટલ પોલીસની કાર્યવાહી દરમિયાન જપ્ત કરાયેલ ગેરકાયદે દારૂની પેટીઓ અને બોલેરો કાર નજરે પડે છે.


દમણ , 20 એપ્રિલ (હિ.સ.) દમણની કોષ્ટલ પોલીસ સ્ટેશન કડૈયા દ્વારા નિયમિત પેટ્રોલિંગ દરમિયાન મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસની સતર્કતા અને મુસ્તેદીથી બે અલગ-અલગ સ્થળોએ દરોડા પાડી કુલ 601 પેટી ગેરકાયદે દારૂ જપ્ત કરવામાં આવ્યો છે.

પેટ્રોલિંગ દરમિયાન પોલીસ ટીમ કુંડ ફળિયા, ભીમપોર સ્થિત શમશાનભૂમિ પાસે પહોંચી હતી. અહીં એક શંકાસ્પદ બંધ ગોડાઉન જોવા મળતા તેની તપાસ કરવામાં આવી.તપાસ દરમિયાન ગોડાઉનમાં વિવિધ બ્રાન્ડની કુલ 485 પેટી ગેરકાયદે દારૂ મળી આવી, જેની અંદાજિત કિંમત રૂ. 14,06,240 ગણવામાં આવી છે. દારૂ ગેરકાયદેસર રીતે સંગ્રહિત હોવાનું સામે આવ્યું છે.

આગળની કાર્યવાહી દરમિયાન પોલીસ ટીમ શીતલ પેટ્રોલ પંપ પાસે આવેલ એક મકાન આગળના પતરા શેડ સુધી પહોંચી હતી. અહીં તપાસ કરતાં વિવિધ બ્રાન્ડની 116 પેટી દારૂ મળી આવી. સ્થળ પરથી એક કાળી બોલેરો કાર (નં. GJ-05-GU-5617) પણ મળી આવી, જેનો ઉપયોગ દારૂના પરિવહનમાં થતો હોવાનો અંદાજ છે.

જપ્ત કરાયેલા 116 પેટી દારૂની કિંમત રૂ. 4,97,220 અને લૂઝ ક્વાર્ટરની કિંમત રૂ. 8,225 ગણવામાં આવી છે. બોલેરો કારની અંદાજિત કિંમત રૂ. 4,25,000 છે. આ રીતે બંને સ્થળેથી કુલ 601 પેટી ગેરકાયદે દારૂ (કુલ કિંમત રૂ. 19,11,685) અને એક વાહન જપ્ત કરવામાં આવ્યું છે.જપ્ત કરાયેલ દારૂ અને વાહનને વધુ તપાસ અને કાનૂની કાર્યવાહી માટે દમણના એક્સાઈઝ વિભાગને સોંપવામાં આવ્યું છે.

દમણ પોલીસ દ્વારા ગેરકાયદે દારૂ વિરુદ્ધ અભિયાન સતત ચાલુ રાખવામાં આવ્યું છે અને સંડોવાયેલા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha


 rajesh pande