
પાટણ, 20 એપ્રિલ (હિ.સ.) : પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામે વૈશાખ સુદ બીજની રાત્રે શ્રી રામદેવપીર ધૂણા ખાતે પાટ યોજાયો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ પાટ દર્શન અને પૂજનનો લાભ લીધો હતો.
કાર્યક્રમ દરમિયાન ભજન ભક્તિભાવપૂર્વક રજૂ થયા હતા. અલખ ધૂણાના મહેન્દ્રભાઈ વ્યાસે રૂપાદે માલદેની કહાણી સાથે ગંગા અવતરણની કથા વર્ણવી હતી, જ્યારે પ્રમોદભાઈ વ્યાસે પણ ગંગા અવતરણ નિમિત્તે વક્તવ્ય આપ્યું હતું.
ભજન સત્સંગમાં મુકેશભાઈ મહેતા, ગંગેટના બારોટજી, મહેન્દ્રભાઈ વ્યાસ, નિરંજનભાઈ દવે, વિષ્ણુભાઈ યોગી અને બળવંતસિંહ દરબાર સહિત કલાકારોએ ભજનોની રમઝટ બોલાવી હતી. બાળક બેન્જો વાદક ચિરાગ પટણી એ પોતાની કલાથી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ