નિકોલમાં ઈવી બીએમડબ્લ્યુ કારચાલકે રિક્ષાને અડફેટે લીધી, ઓટો પલટતા ચાલક ઈજાગ્રસ્ત
અમદાવાદ, 20 એપ્રિલ (હિ.સ.) : પૂર્વ અમદાવાદમાં વધુ એક હિટ એન્ડ રનનો બનાવ બન્યો છે. નિકોલમાં ઈવી બીએમડબ્લ્યુ કારચાલકે રિક્ષાને અડફેટે લીધી,ઓટો પલટતા ચાલક ઈજાગ્રસ્ત. અમદાવાદમાં હિટ એન્ડ રનનો બનાવ બન્યો છે. નિકોલમાં આવેલ ભક્તિ સર્કલ પાસે એક ઈવી-બીએમ
નિકોલમાં ઈવી બીએમડબ્લ્યુ કારચાલકે રિક્ષાને અડફેટે લીધી, ઓટો પલટતા ચાલક ઈજાગ્રસ્ત


અમદાવાદ, 20 એપ્રિલ (હિ.સ.) : પૂર્વ અમદાવાદમાં વધુ એક હિટ એન્ડ રનનો બનાવ બન્યો છે. નિકોલમાં ઈવી બીએમડબ્લ્યુ કારચાલકે રિક્ષાને અડફેટે લીધી,ઓટો પલટતા ચાલક ઈજાગ્રસ્ત. અમદાવાદમાં હિટ એન્ડ રનનો બનાવ બન્યો છે. નિકોલમાં આવેલ ભક્તિ સર્કલ પાસે એક ઈવી-બીએમડબ્લ્યુના કારચાલકે પૂર ઝડપે રિક્ષાને ટક્કર મારી હતી. અકસ્માતમાં રીક્ષા ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. અકસ્માત બાદ બીએમડબ્લ્યુકારનો ચાલક કાર મુકીને ફરાર થઈ ગયો છે.

અકસ્માતમાં ઈવી- બીએમડબ્લ્યુ કાર એએમટીએસ બસ સ્ટેન્ડમાં ઘૂસી જતા બસ સ્ટેન્ડ તૂટી ગયું. આ બનાવ અંગે આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે તપાસ શરૂ કરી છે.

અમદાવાદના નિકોલમાં ભક્તિ સર્કલ પાસેથીના એએમટીએસબસ સ્ટેશન પાસે ઈવી બીએમડબ્લ્યુ કાર પૂર ઝડપે આવી રહી હતી.

આ કારે રિક્ષા ચાલકને પુર ઝડપે ટક્કર મારી હતી. કારની ટક્કર એટલી જોરદાર હતી કે રિક્ષા પલટી ખાઈને દૂર પડી હતી. જ્યારે કાર બસ સ્ટેશનમાં ઘૂસી જતા આખું બસ સ્ટેશન તૂટી ગયું છે.

અકસ્માત થતા ચાલક કાર મુકીને નાસી ગયો છે. જ્યારે રિક્ષા ચાલકને માથાના અને શરીરના ભાગે ગંભીર ઇજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. બનાવની જાણ થતા આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્થળ પર પહોચી હતી.

આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના પીઆઇ એસ.આઈ.સુમરાએ જણાવ્યું હતું કે, અકસ્માત બાદ કાર ચાલક ફરાર થઈ ગયો છે. રિક્ષાચાલકને ગંભીર ઇજા થતા સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો છે. અમારી એક ટીમ હોસ્પિટલમાં ફરિયાદ લેવા પહોંચી છે, જ્યારે બીજી ટીમ કાર ચાલકની તપાસ કરી રહી છે. અકસ્માત કરનાર કાર મહારાષ્ટ્રની હોવાનું સામે આવ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande