પ્રાચી તીર્થ ખાતે વિનામૂલ્યે મેગા નેત્ર નિદાન કેમ્પ, હાર્ડવૈદ, જનરલ ચેકઅપ કેમ્પ યોજાયો.
ગીર સોમનાથ 20 એપ્રિલ (હિ.સ.) : પ્રાચી તીર્થ ખાતે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર પ્રેરિત તથા રંભુબેન ઉકાભાઇ ચુડાસમા સેવા સમિતિ દ્વારા 121 મો વિનામૂલ્યે સદગુરુ સુપર મેગા નેત્ર નિદાન કેમ્પ, હાર્ડવૈદ,જનરલ ચેકઅપ કેમ્પ કોળી સમાજ ભવન પ્રાચી
પ્રાચી તીર્થ ખાતે વિનામૂલ્યે મેગા નેત્ર નિદાન


ગીર સોમનાથ 20 એપ્રિલ (હિ.સ.) : પ્રાચી તીર્થ ખાતે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર પ્રેરિત તથા રંભુબેન ઉકાભાઇ ચુડાસમા સેવા સમિતિ દ્વારા 121 મો વિનામૂલ્યે સદગુરુ સુપર મેગા નેત્ર નિદાન કેમ્પ, હાર્ડવૈદ,જનરલ ચેકઅપ કેમ્પ કોળી સમાજ ભવન પ્રાચી ખાતે યોજાયો હતો. આ તકે ઉપવાસી મહંત કરશનદાસ બાપુ મટાણા તથા આ કેમ્પના દાતા સુંદરજી બાપા ગોહિલ તથા રણછોડદાસ બાપુ આંખ ની હોસ્પિટલના ડો.અલકેશભાઈ ખેરાડીયા તથા ડો. રોહિતભાઈ પટેલ સાવલિયા સાહેબ પ્રાચી, દીપકભાઈ પંડ્યા સાગર ગ્રુપ પ્રાચી સહિતના અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર ના પરિવારજનોના કર કમલો દ્વારા દિપ પ્રાગટય કરી તથા ગાયત્રી પરિવારના કાર્યકર્તા પત્રકાર જાદવભાઇ ચુડાસમા એ કેમ્પને ઉદ્બબોધન કરીને આ કેમ્પને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

આ તકે સૌના માટે વિશ્વના કલ્યાણ તથા સૌનો સદબુદ્ધિ તથા ઉજજવળ ભવિષ્ય માટે 11 ગાયત્રી મહામંત્ર, તેમજ પાંચ મહામૃત્યુંજય મંત્રના સામુહિક જાપ કરવામાં આવેલ હતા તેમજ અમારા કાર્યકર્તા ડો.ભગીરથસિંહ રાઠોડ ના મોટા બાપુ હરીસિંહ રાઠોડ તેમજ મણીબાના આરોગ્યની પ્રાર્થના કરાઈ હતી તેમજ અમારા કાર્યકર્તા જેઠાભાઇ રાઠોડ બોસન ના ધર્મપત્ની વેજીબેનના દિવ્ય આત્માની તેમજ મેઈબેન મેણસીભાઈ ડાભી મઠ ના દિવ્ય આત્માના શાંતિ માટે પાંચ ગાયત્રી મહામંત્ર તેમજ બે મિનિટના મૌન પાળી ને પ્રાર્થના કરાઈ હતી. દરેક દર્દીઓને ગાયત્રી ચાલીસા ભેટ આપવામાં આવી શતાબ્દી વર્ષ નિમિત્તે તેમજ પૂજ્ય ગુરુદેવના સાહિત્ય અને દરેક દર્દીઓને ગાયત્રી ચાલીસા વિનામૂલ્યે વિતરણ કરવામાં આવેલ હતું. ગાયત્રી પરિવારના સંસ્થાપક વેદમુર્તિ તપોનિષ્ઠ પંડિત રામ શર્મા આચાર્યજીના જીવન નો સંદેશ પાઠવેલ લોકોને હૃદય ગંમ કરવા આહવાન કરેલ હતું. કેમ્પના દાતા સુંદરજીભાઈ ગોહિલ તથા તેમના પરિવારનુ સન્માન પરમ પૂજ્ય ગુરુદેવ ના દેવસ્થાપન ફોટો તથા ગુરુદેવ લિખિત સત સાહિત્ય ઉપવાસી કરસનદાસ બાપુ દ્વારા મોમેન્ટ આપીને સન્માન કરવામાં આવેલ હતુ આ કેમ્પમાં રણછોડદાસ બાપુ આંખની હોસ્પિટલના ડો.અલકેશભાઈ એ કુલ 104 દર્દીઓ ને તપાસી જેમાં થી 35 દર્દીઓ ને મોતિયાના ઓપરેશન માટે રાજકોટ ખાતે લઇ ગયેલ હતા તથા જનરલ ચેકઅપ કેમ્પમાં ડો. રોહિતભાઈ પટેલ પ્રાચી 30 થી વધુ દર્દીઓને તપાસી વિનામૂલ્યે દવા આપવામાં આવી હતી તથા હાર્ડવૈદ હમીરભાઇ પ્રાચીએ 20 જડીબુટ્ટી યુક્ત પ્રખર માલિશ તેલ દ્વારા 31 દર્દીને હાથ પગ સાંધા ના દુખાવા ના મસાજ કરેલ તથા દાતા તરફ થી સૌના માટે ચા - પાણી તથા સુંદર ભોજન પ્રસાદની સુંદર વ્યવસ્થા ગોઠવવામાંઆવી હતી આ કેમ્પ ને સફળ બનાવવા માટે કાનાભાઈ સોલંકી (બોસન) તથા નાથાભાઇ સોલંકી (થરેલી રાહુલભાઈ રાઠોડ તથા પપ્પુભાઈ તથા જેઠાભાઈ રાઠોડ બોસન તથા વજુભાઈ ગોહિલ તથા નર્સિંગભાઈ વાઢેર છગિયા, નારણભાઈ વાળા પાદરુકા તથા સોનીબેન ગોરખમઢી, વિશ્વેશ્વરી બેન ચુડાસમા, રંજનબેન, કુસુમબેન, શાન્તા માં વિજુબેન, કાલીમા પ્રાચી પત્રકાર જાદવભાઈ ચુડાસમા તથા અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર તથા રંભુબેન ઉકાભાઇ ચુડાસમા સમિતિના સેવાભાવી ભાઇ બહેનો દ્વારા ખુબ જહેમત ઉઠાવીને આ કેમ્પને ભવ્ય દિપાવ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande