ચક્ર ફેંકમાં પ્રજાપતિ યશ્વીની ચમક: રાજ્યથી રાષ્ટ્રીય સ્તર સુધીનો સફર
મહેસાણા, 20 એપ્રિલ (હિ.સ.) મહેસાણા જિલ્લાના કે.એન. પટેલ સર્વોદય હાઈસ્કૂલની ધોરણ 9ની વિદ્યાર્થીની પ્રજાપતિ યશ્વી રાજુભાઈએ એથ્લેટિક્સમાં ચક્ર ફેંકમાં નોંધપાત્ર સિદ્ધિઓ મેળવી ગૌરવ વધાર્યું છે. 15 વર્ષીય યશ્વીએ છઠ્ઠા ધોરણથી રમતગમતમાં રસ દાખવી તાલુકા કક
ચક્ર ફેંકમાં પ્રજાપતિ યશ્વીની ચમક: રાજ્યથી રાષ્ટ્રીય સ્તર સુધીનો સફર


ચક્ર ફેંકમાં પ્રજાપતિ યશ્વીની ચમક: રાજ્યથી રાષ્ટ્રીય સ્તર સુધીનો સફર


મહેસાણા, 20 એપ્રિલ (હિ.સ.) મહેસાણા જિલ્લાના કે.એન. પટેલ સર્વોદય હાઈસ્કૂલની ધોરણ 9ની વિદ્યાર્થીની પ્રજાપતિ યશ્વી રાજુભાઈએ એથ્લેટિક્સમાં ચક્ર ફેંકમાં નોંધપાત્ર સિદ્ધિઓ મેળવી ગૌરવ વધાર્યું છે. 15 વર્ષીય યશ્વીએ છઠ્ઠા ધોરણથી રમતગમતમાં રસ દાખવી તાલુકા કક્ષાથી શરૂઆત કરી આજે રાજ્ય અને રાષ્ટ્રીય સ્તર સુધી પહોંચવાનો સફળ સફર કર્યો છે.

યશ્વીએ નડિયાદ ખાતે પોતાની પ્રથમ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લીધો હતો, જ્યારે રાષ્ટ્રીય સ્તરે ઝારખંડના રાંચીમાં પોતાની પ્રતિભા દર્શાવી હતી. અત્યાર સુધીમાં તે 5 વખત ખેલ મહાકુંભ અને 12 વખત SGFI સ્પર્ધામાં ભાગ લઈ ચૂકી છે. તેની સિદ્ધિઓમાં 6 ગોલ્ડ, 14 સિલ્વર અને 3 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે.

યશ્વી પોતાની સફળતાનું શ્રેય માતા-પિતા અને પરિવારના સહકારને આપે છે. શાળાના શિક્ષકો અને સંચાલનનો પણ તેને સતત પ્રોત્સાહન મળ્યું છે. તે દરરોજ નિયમિત પ્રેક્ટિસ અને કોચિંગ દ્વારા પોતાની કૌશલ્યમાં વધારો કરે છે.

યશ્વીનું લક્ષ્ય આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કરવાનો છે. તેની મહેનત અને પ્રતિબદ્ધતા અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ બની રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande