
મહેસાણા, 20 એપ્રિલ (હિ.સ.) : મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના ઉનાવા ગામે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇ રાજકીય માહોલ ગરમાયો છે. અહીં પ્રભારી મંત્રી અને રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળીની ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના સમર્થનમાં જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત આગેવાનો દ્વારા જનતાને ભાજપના ઉમેદવારોને વિજયી બનાવવા આહ્વાન કરવામાં આવ્યું. સભામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ભાજપ પ્રત્યેનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. પ્રભારી મંત્રી પ્રવીણભાઈ માળીએ પોતાના સંબોધનમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા કરાયેલા વિકાસકાર્યોની વિગત આપીને જણાવ્યું કે ભાજપ હંમેશા વિકાસ અને જનકલ્યાણ માટે પ્રતિબદ્ધ રહ્યું છે. તેમણે જણાવ્યું કે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ભાજપના પ્રતિનિધિઓ જીતશે તો વિકાસની ગતિ વધુ તેજ બનશે.
આ પ્રસંગે સ્થાનિક આગેવાનો પણ હાજર રહ્યા હતા અને જનતાને ભાજપને સમર્થન આપવા અપીલ કરી હતી. કાર્યક્રમ દરમિયાન જનતાનો ઉત્સાહ અને ઉમળકો સ્પષ્ટ જોવા મળ્યો હતો, જે ભાજપ પ્રત્યેના અડગ વિશ્વાસને દર્શાવે છે.
આ જનસભા દ્વારા ભાજપે ચૂંટણી પ્રચારને વધુ ગતિ આપી છે અને આવનારી ચૂંટણીમાં જીત માટે મજબૂત માહોલ તૈયાર કર્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR