મહિલા આયોગે, એસિડ પીડિતાઓના બચાવ અને પુનર્વસન માટે વ્યાપક ભલામણો કરી
નવી દિલ્હી, 20 એપ્રિલ (હિ.સ.): રાષ્ટ્રીય મહિલા આયોગ (એનસીડબ્લ્યુ) એ, એસિડ એટેક પીડિતાઓ માટે દેખભાળ, ન્યાય અને પુનર્વસનને મજબૂત બનાવવા માટે સોમવારે કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયોને વ્યાપક ભલામણો સોંપી હતી. આ ભલામણો 16 જાન્યુઆરી 2026 ના રોજ આયોજિત “
રાષ્ટ્રીય મહિલા આયોગ


નવી દિલ્હી, 20 એપ્રિલ (હિ.સ.): રાષ્ટ્રીય મહિલા આયોગ (એનસીડબ્લ્યુ) એ, એસિડ એટેક પીડિતાઓ માટે દેખભાળ, ન્યાય અને પુનર્વસનને મજબૂત બનાવવા માટે સોમવારે કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયોને વ્યાપક ભલામણો સોંપી હતી. આ ભલામણો 16 જાન્યુઆરી 2026 ના રોજ આયોજિત “નવજીવન: એસિડ એટેક પીડિતાઓ માટે દેખભાળ, ન્યાય અને ગરિમા પર એક પરામર્શ” ના આધારે તૈયાર કરવામાં આવી છે.

આયોગ દ્વારા જારી કરવામાં આવેલી યાદી મુજબ, અહેવાલમાં પીડિતાઓ માટે એક સર્વગ્રાહી અને સંવેદનશીલ માળખું પ્રસ્તાવિત કરવામાં આવ્યું છે, જેમાં સારવારથી લઈને કાનૂની સહાય અને સામાજિક પુનર્વસન સુધીના તમામ પાસાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આયોગે આરોગ્ય ક્ષેત્રે તમામ હોસ્પિટલોમાં 'ગોલ્ડન અવર પ્રોટોકોલ' લાગુ કરવા, એસિડ એટેક પીડિતાઓને મફત અને આજીવન સારવાર આપવા તેમજ વિશેષ સારવાર કેન્દ્રો સ્થાપવાની ભલામણ કરી છે. સાથે જ આયુષ્માન ભારત યોજના હેઠળ સારવાર અને ટેલિમેડિસિન સેવાઓને જોડવા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે.

કાનૂની મોરચે આયોગે કેસોની ફાસ્ટ-ટ્રેક સુનાવણી, 'ઝીરો એફઆઈઆર' ને ફરજિયાત બનાવવાની અને વિશેષ કાનૂની અધિકારીઓની નિમણૂકની માંગ કરી છે. આ ઉપરાંત “એસિડ એટેક પીડિતો માટે વિધેયક, 2022” ને વહેલી તકે લાગુ કરવા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે.

વળતર અને આર્થિક સહાય હેઠળ આયોગે સમગ્ર દેશમાં એક સમાન વળતર વ્યવસ્થા, સમયબદ્ધ ચુકવણી, માસિક પેન્શન અને પ્રત્યક્ષ લાભ હસ્તાંતરણ (ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર) દ્વારા સીધી ચુકવણીની વ્યવસ્થાનું સૂચન કર્યું છે.

અહેવાલમાં પીડિતાઓ માટે રોજગાર, કૌશલ્ય વિકાસ, શિક્ષણ અને સાહસિકતાને પ્રોત્સાહન આપવાની સાથે સાથે સમાજમાં તેમની ગરિમા અને સ્વીકાર્યતા વધારવા માટે જાગૃતિ અભિયાન ચલાવવાની પણ ભલામણ કરવામાં આવી છે.

આ ઉપરાંત, દિવ્યાંગ વ્યક્તિઓના અધિકાર અધિનિયમ, 2016 હેઠળ એસિડ એટેક પીડિતાઓને દિવ્યાંગતાની શ્રેણીમાં સામેલ કરવા અને તમામ સામાજિક સુરક્ષા યોજનાઓ સાથે જોડવાની વાત કહેવામાં આવી છે.

આયોગે એસિડના વેચાણ પર કડક નિયંત્રણ, ઝેર અધિનિયમ, 1919 માં સુધારો અને રાષ્ટ્રીય સ્તરની કેસ ટ્રેકિંગ સિસ્ટમ વિકસાવવાની પણ ભલામણ કરી છે.

આયોગે સંબંધિત મંત્રાલયોને આ ભલામણો વહેલી તકે અમલમાં મૂકવાની અપીલ કરી છે, જેથી એસિડ એટેક પીડિતાઓને સમયસર સારવાર, ન્યાય અને સન્માનજનક જીવન મળી શકે.

હિન્દુસ્થાન સમાચાર / વિજયાલક્ષ્મી / જીતેન્દ્ર તિવારી

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande