
નવી દિલ્હી, 20 એપ્રિલ (હિ.સ.) રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાઉદી અરેબિયાના પ્રવાસે રવિવારે રિયાધ પહોંચ્યા હતા. હવાઈમથક પર તેમનું સ્વાગત ભારતના રાજદૂત ડો. સુહેલ ખાન અને સાઉદી અરેબિયાના વિદેશ મંત્રાલયના રાજકીય બાબતોના નાયબ મંત્રી મહામહિમ ડો. સઉદ અલ-સતીએ કર્યું હતું.
સાઉદી અરેબિયામાં ભારતીય દૂતાવાસે 'એક્સ' પર માહિતી આપી હતી કે, અજીત ડોભાલે 19 એપ્રિલે રિયાધની સત્તાવાર મુલાકાત લીધી હતી. ત્યારબાદ તેમણે સાઉદી અરેબિયાના ઉર્જા મંત્રી મહામહિમ પ્રિન્સ અબ્દુલ અઝીઝ બિન સલમાન, વિદેશ મંત્રી મહામહિમ પ્રિન્સ ફૈઝલ બિન ફરહાન અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર મહામહિમ ડો. મુસાઈદ અલ-ઐબાન સાથે મુલાકાત કરી હતી.
બેઠકો દરમિયાન બંને પક્ષોએ ભારત-સાઉદી અરેબિયાના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા પર ભાર મૂક્યો હતો. આ સાથે જ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ, પ્રાદેશિક સ્થિતિ અને પરસ્પર હિતો સાથે સંકળાયેલા અન્ય મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / સુનીત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ