પ્રધાનમંત્રી મોદીએ, કૃષિના મહત્વને રેખાંકિત કરતા સંસ્કૃત સુભાષિત શેર કર્યું
નવી દિલ્હી, 20 એપ્રિલ (હિ.સ.). પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, કૃષિ આપણી સમૃદ્ધિનો પાયો છે અને ખેડૂત ભાઈ-બહેનો દેશના અન્નદાતા છે. તેમણે કહ્યું કે, તેમનો કઠોર પરિશ્રમ અને સમર્પણ દેશની પ્રગતિ સુનિશ્ચિત કરે છે. પ્રધાનમંત્રી મોદીએ સોમવારે સોશિય
વડા પ્રધાન નરેન્દ્ર મોદી-ફાઈલ ફોટો


નવી દિલ્હી, 20 એપ્રિલ (હિ.સ.). પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, કૃષિ આપણી સમૃદ્ધિનો પાયો છે અને ખેડૂત ભાઈ-બહેનો દેશના અન્નદાતા છે. તેમણે કહ્યું કે, તેમનો કઠોર પરિશ્રમ અને સમર્પણ દેશની પ્રગતિ સુનિશ્ચિત કરે છે.

પ્રધાનમંત્રી મોદીએ સોમવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર પોસ્ટ કરીને એક સંસ્કૃત સુભાષિત શેર કર્યું -

“कृषिर्धन्या कृषिर्मेध्या जन्तूनां जीवनं कृषिः।

अन्नदः सर्वदश्चैव तस्माच्छ्रेष्ठतरो हि सः॥”

સુભાષિતનો ભાવ એ છે કે, કૃષિ ધન આપનારી છે, બુદ્ધિને પવિત્ર કરનારી છે અને તમામ જીવોનો આધાર છે. જે ખેડૂત પાક ઉગાડીને સંસારને અન્ન આપે છે, તે વાસ્તવમાં સૌને બધું જ આપનાર છે, કારણ કે અન્ન વિના અન્ય કોઈ પણ દાન કે વસ્તુ કામમાં આવતી નથી, તેથી તે કૃષિ કરનાર ખેડૂત સૌથી શ્રેષ્ઠ છે.

હિન્દુસ્થાન સમાચાર / માધવી ત્રિપાઠી / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande