
નવી દિલ્હી, 20 એપ્રિલ (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બસવ જયંતીના અવસર પર જગદ્ગુરુ બસવેશ્વરને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. તેમણે સોમવારે એક્સ પર જણાવ્યું હતું કે, બસવ જયંતીના વિશેષ અવસર પર તેઓ જગદ્ગુરુ બસવેશ્વર અને તેમના અમર ઉપદેશોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, બસવેશ્વરનો ન્યાયપૂર્ણ સમાજનો દૃષ્ટિકોણ અને લોકોને સશક્ત બનાવવાના તેમના અતૂટ પ્રયાસો આપણને હંમેશા પ્રેરણા આપતા રહેશે.
ઉલ્લેખનીય છે કે, જગદ્ગુરુ બસવેશ્વર 12મી સદીના મહાન દાર્શનિક અને સમાજ સુધારક હતા. તેમને ન્યાયપૂર્ણ અને સમાનતાવાદી સમાજના દૃષ્ટિકોણ માટે યાદ કરવામાં આવે છે. તેમણે જ્ઞાતિ પ્રથાને નકારીને 'અનુભવ મંડપ'ની સ્થાપના કરી હતી, જે સમાનતાનું પ્રતીક બન્યું હતું. તેમનું દર્શન કાયકવે કૈલાસા (કાર્ય એ જ ઈશ્વરની પૂજા છે) પર આધારિત હતું અને તેઓ લિંગાયત ધર્મના પ્રવર્તક માનવામાં આવે છે.
હિન્દુસ્થાન સમાચાર / માધવી ત્રિપાઠી / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ