રાષ્ટ્રપતિ મંગળવારે ઓડિશાના પ્રવાસે, રાઉરકેલામાં અનેક પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરશે
નવી દિલ્હી, 20 એપ્રિલ (હિ.સ.). રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મંગળવારે ઓડિશાના પ્રવાસે જશે. પોતાના એક દિવસીય પ્રવાસ દરમિયાન તેઓ રાઉરકેલામાં આયોજિત એક જાહેર કાર્યક્રમમાં અનેક મહત્વપૂર્ણ પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરશે. રાષ્ટ્રપતિ ભવન અનુસાર, રાષ્ટ્રપતિ રાઉરકેલ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ


નવી દિલ્હી, 20 એપ્રિલ (હિ.સ.). રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મંગળવારે ઓડિશાના પ્રવાસે જશે. પોતાના એક દિવસીય પ્રવાસ દરમિયાન તેઓ રાઉરકેલામાં આયોજિત એક જાહેર કાર્યક્રમમાં અનેક મહત્વપૂર્ણ પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરશે. રાષ્ટ્રપતિ ભવન અનુસાર, રાષ્ટ્રપતિ રાઉરકેલામાં એક તારામંડળ અને વિજ્ઞાન કેન્દ્રનું ઉદ્ઘાટન કરશે. આ સાથે જ તેઓ 'નિર્મલ મુંડા પરિવેશ પથ'નું પણ લોકાર્પણ કરશે.

પ્રવાસ દરમિયાન રાષ્ટ્રપતિ, રાઉરકેલામાં એક જનજાતીય સંગ્રહાલય અને એકીકૃત કમાન તથા નિયંત્રણ કેન્દ્રનું પણ ઉદ્ઘાટન કરશે.

હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / જીતેન્દ્ર તિવારી

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande