જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલમાં બીજા એમઆરઆઇ મશીન માટેની કાર્યવાહી હાથ ધરાઇ
જામનગર, 20 એપ્રિલ (હિ.સ.) : જામનગરમાં સરકારી જી.જી. હોસ્પિટલમાં રોજના સરેરાશ સાડા ત્રણ હજાર દર્દીઓ આવે છે. આ ઘસારાને પહોચી વળવા સરકાર દ્વારા અનેક યોજનાઓ લાગુ કરવામાં આવી છે ત્યારે હાલ જી.જી. હોસ્પિટલમાં એક જ એમઆરઆઈ મશીન કાર્યરત છે, જેના કારણે દર્દી
જી.જી.હોસ્પિટલ


જામનગર, 20 એપ્રિલ (હિ.સ.) : જામનગરમાં સરકારી જી.જી. હોસ્પિટલમાં રોજના સરેરાશ સાડા ત્રણ હજાર દર્દીઓ આવે છે. આ ઘસારાને પહોચી વળવા સરકાર દ્વારા અનેક યોજનાઓ લાગુ કરવામાં આવી છે ત્યારે હાલ જી.જી. હોસ્પિટલમાં એક જ એમઆરઆઈ મશીન કાર્યરત છે, જેના કારણે દર્દીઓના વેઇટીંગનું લીસ્ટ લાંબુ થતું જાય છે, અહીં ઈમરજન્સી ન હોય તો દર્દીઓનો વારો દોઢ કે બે મહીને આવે છે. આને પહોચી વળવા હવે જયારે સરકારે બીજુ એમઆરઆઈ મશીન આપ્યું છે ત્યારે તેના માટે હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટે જગ્યા નકકી કરી નાખી છે અને આગામી બે મહિનામાં આ મશીન કાર્યરત થઇ જતાં એક મશીન પર આવેલ ભારણ અને દર્દીઓની સુવિધામાં વધારો થશે.

જામનગરની જી.જી. હોસ્પિટલમાં રેડીયોલોજી વિભાગ હસ્તક આવતા એમઆરઆઈ મશીન પર કામનું ભારણ ખૂબ જ રહે છે, અહીં દોઢથી બે મહિનાનું વેઇંટીંગ હોય છે, મશીન સતત ચાલવાથી તેના ઉપર ભારણ આવે છે.

આ માટે સરકાર દ્વારા જી.જી. હોસ્પિટલને બીજુ એમઆરઆઈ મશીન ફાળવ્યું તેના માટે જગ્યા નકકી ન થતી હતી, પરંતુ તાજેતરમાં નવા આવેલા સુપ્રિટેન્ડન્ટ ડો. વિજય પોપટે દર્દીઓને પડતી હાલાકી માટે તાત્કાલિક નિર્ણય લઈ એમઆરઆઇની જગ્યા નર્સિગ કોલેજના ગ્રાઉન્ડ ફ્લોરમાં નકકી કરવામાં આવી છે, જેનું કામ પણ ચાલુ થઈ ગયું છે અને આગામી બે મહિનામાં આ એમઆરઆઈ મશીન ત્યાં લાગી જશે અને શરૂ પણ થઈ જશે જેથી દર્દીઓને ભારે સુવિધા થશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande