દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ લી નું રાષ્ટ્રપતિ ભવનમાં સ્વાગત, રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પી
નવી દિલ્હી, 20 એપ્રિલ (હિ.સ.)। ભારતની મુલાકાતે આવેલા દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ લી જે-મ્યુંગનું,સોમવારે રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, પરંપરાગત રીતે તેમનું
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ લી જે-મ્યુંગ


નવી દિલ્હી, 20 એપ્રિલ (હિ.સ.)। ભારતની મુલાકાતે આવેલા દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ લી જે-મ્યુંગનું,સોમવારે રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, પરંપરાગત રીતે તેમનું અભિવાદન કર્યું હતું. રાષ્ટ્રપતિ લી 19 થી 21 એપ્રિલ સુધી ભારતની મુલાકાતે છે.

આ અંગેની માહિતી આપતા રાષ્ટ્રપતિ મુર્મુએ એક્સ પર લખ્યું કે, દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ લી જે-મ્યુંગનું રાષ્ટ્રપતિ ભવનમાં ઔપચારિક સ્વાગત કર્યું. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલ એ પણ સોશિયલ મીડિયા પર લખ્યું કે, ભારત-દક્ષિણ કોરિયા વિશેષ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવી. રાષ્ટ્રપતિ લી જે-મ્યુંગનું રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પરંપરાગત રીતે સ્વાગત કર્યું હતું.

આ અગાઉ રાષ્ટ્રપતિ લી જે-મ્યુંગે રાજઘાટ જઈને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પી હતી. આ અંગેની માહિતી આપતા રણધીર જયસ્વાલ એ એક્સ પર લખ્યું કે, શાંતિ, સદ્ભાવ અને બહેતર વિશ્વ માટે દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ લી જે-મ્યુંગે, રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી અને શાંતિ તથા અહિંસાના મૂલ્યોનું સન્માન કર્યું.

ઉલ્લેખનીય છે કે, ભારત અને દક્ષિણ કોરિયા વચ્ચે વિશેષ વ્યૂહાત્મક ભાગીદારી વર્ષ 2010 માં શરૂ થઈ હતી. આ અંતર્ગત બંને દેશો સંરક્ષણ, વેપાર, ટેકનોલોજી, સેમિકન્ડક્ટર, બેટરી, સાયબર સુરક્ષા અને ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં સહયોગ વધારી રહ્યા છે. દક્ષિણ કોરિયા ભારતનું મુખ્ય વ્યાપારી ભાગીદાર છે અને બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર 30 અબજ ડોલરથી વધુ છે. આ દરમિયાન ઉચ્ચ સ્તરીય વાટાઘાટો થવાની સંભાવના છે, જેમાં વેપાર, સંરક્ષણ સહયોગ, ટેકનોલોજી ટ્રાન્સફર અને ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande