
પોરબંદર, 20 એપ્રિલ (હિ.સ.) : દેશભરમાં TCS કંપની સાથે જોડાયેલા ધાર્મિક રૂપાંતરણ અંગેના આક્ષેપોને લઈને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાઈ રહ્યા છે. તેને અનુસંધાને પોરબંદર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ પોરબંદર દ્વારા વિરોધ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન કાર્યકર્તાઓએ કલેક્ટર મારફતે ભારતના મહામહિમ રાષ્ટ્રપતિને આવેદનપત્ર પાઠવ્યો હતો. આવેદનમાં જણાવાયું હતું કે જો આ પ્રકારની ઘટનાઓમાં બળજબરી અથવા ગેરકાયદેસર પ્રવૃત્તિ સાબિત થાય, તો જવાબદાર લોકો સામે કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. સાથે જ, આવી ઘટનાઓને રોકવા માટે સરકાર દ્વારા વધુ કડક કાયદાકીય વ્યવસ્થા લાવવા માટે પણ માંગ કરવામાં આવી હતી.
આ વિરોધ કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ પોરબંદરના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya