

પાટણ, 20 એપ્રિલ (હિ.સ.) પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામે દરજી પરિવારોની કુળદેવી, શ્રી બ્રહ્માણી માતાનો વાર્ષિક પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો હતો. ગામ તથા બહારગામથી આવેલા ભક્તોએ માતાજીના દર્શન કરીને ધાર્મિક ભાવનાની સાથે ભક્તિમય ભાવનાથી તેનો લાભ લીધો હતો.
આ પ્રસંગે શાસ્ત્રોક્ત વિધિ મુજબ યજ્ઞ યોજાયો હતો, જેમાં જગદીશભાઈ ઉમેદભાઈ દરજી મુખ્ય યજમાન રહ્યા હતા. શાસ્ત્રી ભરતભાઈ દવે, અજીતભાઈ દવે અને મહેશભાઈ શાસ્ત્રી દ્વારા વેદોક્ત મંત્રોચ્ચાર સાથે યજ્ઞ વિધિ પૂર્ણ કરવામાં આવી હતી.
આ પવિત્ર ઉત્સવ દરમિયાન કાંતિભાઈ, જેન્તીભાઈ, હરગોવનભાઈ, નવીનભાઈ, રમેશભાઈ, બકાભાઈ અને પ્રવીણભાઈ દરજી સહિત અનેક પરિવારો ઉપસ્થિત રહ્યા હતા. આ પવિત્ર અવસરે કૌશિકભાઈ ધુડાભાઈ દરજી દ્વારા, ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ