નવસારીમાં વિરાવળ નાકા હુમલા કેસમાં ત્રણ શખ્સો હથિયારો સાથે ઝડપાયા
નવસારી, 20 એપ્રિલ (હિ.સ.) : નવસારીના વિરાવળ નાકા વિસ્તારમાં યુવાન પર થયેલા જીવલેણ હુમલાના કેસમાં પોલીસે ઝડપી કાર્યવાહી કરીને ત્રણ આરોપીઓને પકડી પાડ્યા છે. ઇમરાન તૈયબ શેખ નામના યુવક પર ચપ્પુથી હુમલો કરવામાં આવ્યો હતો, જેને કારણે તે ગંભીર રીતે ઘાયલ થ
Arrest


નવસારી, 20 એપ્રિલ (હિ.સ.) : નવસારીના વિરાવળ નાકા વિસ્તારમાં યુવાન પર થયેલા જીવલેણ હુમલાના કેસમાં પોલીસે ઝડપી કાર્યવાહી કરીને ત્રણ આરોપીઓને પકડી પાડ્યા છે. ઇમરાન તૈયબ શેખ નામના યુવક પર ચપ્પુથી હુમલો કરવામાં આવ્યો હતો, જેને કારણે તે ગંભીર રીતે ઘાયલ થયો છે અને હાલ સારવાર હેઠળ છે. આ હુમલો જૂની અદાવતને કારણે થયો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

આ ઘટના 17 એપ્રિલ, 2026ની રાત્રે ‘હિંદ ચા-નાસ્તા’ની દુકાન નજીક બની હતી. આસિફ ઉર્ફે ફ્રૂટ પઠાણ, કિશન દુબે અને તેમના સાથીદારે મળીને ઇમરાન પર હુમલો કર્યો હતો. આરોપીઓએ બેફામ રીતે ચપ્પુના ઘા મારીને તેને લોહીલુહાણ કરી દીધો અને ત્યારબાદ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. ઘટનાની ગંભીરતા ધ્યાનમાં લઈને ઉચ્ચ અધિકારીઓએ તરત જ આરોપીઓને પકડવાના આદેશ આપ્યા હતા. સર્વેલન્સ ટીમને મળેલી માહિતીના આધારે પોલીસે મરોલી-ઉભરાટ રોડ પર વોચ ગોઠવી હતી. ‘વેલકમ હોટલ’ નજીક આરોપીઓ પસાર થતાં જ પોલીસે ઘેરીને તેમને ઝડપી લીધા હતા.

પકડાયેલા આરોપીઓ પાસેથી બે ધારદાર ચપ્પા કબજે કરવામાં આવ્યા છે. પોલીસે તેમની સામે સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે. પ્રાથમિક માહિતી મુજબ, આ ગેંગ અગાઉ પણ વિસ્તારમાં હિંસક પ્રવૃત્તિઓમાં સંડોવાયેલ હોવાનું સામે આવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande