વલસાડમાં ટપાલ સેવાઓના પ્રશ્નો માટે 27 એપ્રિલે ડાક અદાલત યોજાશે
વલસાડ, 20 એપ્રિલ (હિ.સ.) : ટપાલ સેવાઓ સંબંધિત નાગરિકોના પ્રશ્નોનું ઝડપી અને અસરકારક નિરાકરણ લાવવા હેતુસર વલસાડ ડિવિઝન દ્વારા 27 એપ્રિલ, 2026ના રોજ “ડાક અદાલત”નું આયોજન કરવામાં આવ્યું છે. અદાલત સિનિયર સુપ્રીન્ટેન્ડન્ટ ઓફ પોસ્ટ ઓફિસ, વલસાડ ડિવિઝનના ક
પ્રતિકાત્મક તસ્વીર


વલસાડ, 20 એપ્રિલ (હિ.સ.) : ટપાલ સેવાઓ સંબંધિત નાગરિકોના પ્રશ્નોનું ઝડપી અને અસરકારક નિરાકરણ લાવવા હેતુસર વલસાડ ડિવિઝન દ્વારા 27 એપ્રિલ, 2026ના રોજ “ડાક અદાલત”નું આયોજન કરવામાં આવ્યું છે. અદાલત સિનિયર સુપ્રીન્ટેન્ડન્ટ ઓફ પોસ્ટ ઓફિસ, વલસાડ ડિવિઝનના કાર્યાલય ખાતે બપોરે 12:00 વાગ્યે યોજાશે.

આ ડાક અદાલતમાં નીતિ સંબંધિત મુદ્દાઓ સિવાય ટપાલ સેવાઓ અંગેની વિવિધ ફરિયાદો અને સમસ્યાઓ સાંભળી તેનો ત્વરિત નિકાલ કરવામાં આવશે. નાગરિકોને વિનંતી છે કે તેઓ પોતાની ફરિયાદો લેખિતરૂપે સિનિયર સુપ્રીન્ટેન્ડન્ટ ઓફ પોસ્ટ ઓફિસ, વલસાડ ડિવિઝન, વલસાડ–396001ના સરનામે મોકલે. ફરિયાદો મોકલવાની અંતિમ તારીખ 24 એપ્રિલ, 2026 નક્કી કરવામાં આવી છે. નિર્ધારિત સમય મર્યાદા બાદ પ્રાપ્ત થતી અરજીઓ પર વિચારણા કરવામાં આવશે નહીં, તેવી માહિતી અખબારી યાદીમાં આપવામાં આવી છે.

વલસાડ ડિવિઝન દ્વારા નાગરિકોને આ તકનો લાભ લઈને ટપાલ સેવાઓ સંબંધિત પ્રશ્નો રજૂ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha


 rajesh pande