વાપીના રેસ્ટોરન્ટમાં બગડેલું પિઝા પીરસાતા ગ્રાહકનો હોબાળો, સ્વાસ્થ્ય સાથે ખેલનો આક્ષેપ
વાપી, 20 એપ્રિલ (હિ.સ.) : વાપી ખાતે મહાત્મા ગાંધી સર્કલ નજીક આવેલ “B 1201 બેસીલ વેજ રેસ્ટોરન્ટ”માં બગડેલા ખોરાકને લઈને વિવાદ સર્જાયો છે. પ્રાપ્ત માહિતી મુજબ દિનેશ લાડ નામના ગ્રાહકે 19 એપ્રિલની સાંજે અંદાજે રૂ. 2000નો પિઝા અને પાસ્તાનો ઓર્ડર આપ્યો હ
બેસીલ રેસ્ટોરન્ટ


બેસીલ રેસ્ટોરન્ટ માં હોબાળો


વાપી, 20 એપ્રિલ (હિ.સ.) : વાપી ખાતે મહાત્મા ગાંધી સર્કલ નજીક આવેલ “B 1201 બેસીલ વેજ રેસ્ટોરન્ટ”માં બગડેલા ખોરાકને લઈને વિવાદ સર્જાયો છે. પ્રાપ્ત માહિતી મુજબ દિનેશ લાડ નામના ગ્રાહકે 19 એપ્રિલની સાંજે અંદાજે રૂ. 2000નો પિઝા અને પાસ્તાનો ઓર્ડર આપ્યો હતો.

ગ્રાહકના આક્ષેપ મુજબ, પિઝા મળ્યા બાદ તે ફંગસ લાગેલા બોક્સમાં આપવામાં આવ્યો હતો. ઉપરાંત પિઝા નીચે બટર પેપરનો ઉપયોગ પણ કરવામાં આવ્યો નહોતો, જેના કારણે પિઝાનો આધાર સીધો જ ફંગસ સાથે સંપર્કમાં આવ્યો હતો. ગ્રાહકે આ બાબતને ગંભીર ગણાવી સ્વાસ્થ્ય માટે જોખમી હોવાનો આક્ષેપ કર્યો છે.

આ અંગે ગ્રાહકે પોતાની વ્યથા રજૂ કરતા રેસ્ટોરન્ટના માલિક સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો હતો, જેના પગલે સ્થળ પર તંગદિલી અને હોબાળો સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં વાપીના સ્થાનિક મીડિયાના પ્રતિનિધિઓ તથા પોલીસની PCR ટીમ પણ સ્થળ પર પહોંચી હતી.

હાલમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે આ પ્રકારની બેદરકારીથી ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ખેલ કેમ કરવામાં આવી રહ્યો છે? તેમજ આ મામલે ફૂડ વિભાગ સુધી કોઈ સત્તાવાર ફરિયાદ પહોંચી છે કે નહીં તે પણ સ્પષ્ટ નથી. નાગરિકોમાંથી માગ ઉઠી રહી છે કે સંબંધિત ફૂડ વિભાગ દ્વારા આવા રેસ્ટોરન્ટ સામે તાત્કાલિક તપાસ કરી કડક કાર્યવાહી કરવામાં આવે, જેથી ભવિષ્યમાં આવી બેદરકારી ફરી ન બને અને લોકોના સ્વાસ્થ્ય સાથે ખેલ ન થાય.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha


 rajesh pande