જામનગર જિલ્લાની લોઠિયા આર.એમ.એસ.એ. સરકારી માધ્યમિક શાળામાં મતદાન જાગૃતિ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા
જામનગર, 20 એપ્રિલ (હિ.સ.) : આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ-૨૦૨૬ અંતર્ગત લોકોમાં મતદાન કરવા પ્રત્યે જાગૃતિ ફેલાવવાના હેતુથી જામનગર જિલ્લાની લોઠીયા RMSA સરકારી માધ્યમિક શાળા ખાતે વિવિધ મતદાન જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.. આ અવસરે
ચૂંટણી અંતર્ગત કાર્યક્રમ યોજાયા


જામનગર, 20 એપ્રિલ (હિ.સ.) : આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ-૨૦૨૬ અંતર્ગત લોકોમાં મતદાન કરવા પ્રત્યે જાગૃતિ ફેલાવવાના હેતુથી જામનગર જિલ્લાની લોઠીયા RMSA સરકારી માધ્યમિક શાળા ખાતે વિવિધ મતદાન જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું..

આ અવસરે શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકગણ દ્વારા મતદાન જાગૃતિ માટે શપથ લેવામાં આવ્યા હતા. તમામે લોકશાહી પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવવાની પ્રતિજ્ઞા લીધી અને લોકો આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન કરે તે અંગે સંદેશ પ્રસારીત કર્યો હતો.

નિબંધ સ્પર્ધાના આયોજન થકી વિદ્યાર્થીઓએ મતદાનના મહત્વ અને લોકશાહી મજબૂત બનાવવા અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. ઉપરાંત રંગોળી સ્પર્ધા પણ યોજાઈ, જેમાં વિદ્યાર્થીઓએ મતદાન જાગૃતિના સંદેશાને સુંદર રંગોળી દ્વારા રજૂ કર્યા હતા. આ કાર્યક્રમોમાં શાળાના આચાર્ય, શિક્ષકો, વિદ્યાર્થીઓ સહભાગી થયા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande