ડિંડોલીમાં સોલર પેનલ લગાવવાના બહાને રૂ.2 લાખની છેતરપીંડી
સુરત, 21 એપ્રિલ (હિ.સ.) શહેરના ડીંડોલી વિસ્તારમાં રહેતી મહિલાએ ગતરોજ લિંબાયતના એક યુવક સામે રૂપિયા 2,00,000 ની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. જેમાં યુવકે સોલાર પેનલ નાખવા માટે રૂપિયા એડવાન્સમાં લીધા બાદ સોલાર પેનલ નહીં નાખી પૈસા પણ પરત નહીં આપી
ડિંડોલીમાં સોલર પેનલ લગાવવાના બહાને રૂ.2 લાખની છેતરપીંડી


સુરત, 21 એપ્રિલ (હિ.સ.) શહેરના ડીંડોલી વિસ્તારમાં રહેતી મહિલાએ ગતરોજ લિંબાયતના એક યુવક સામે રૂપિયા 2,00,000 ની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. જેમાં યુવકે સોલાર પેનલ નાખવા માટે રૂપિયા એડવાન્સમાં લીધા બાદ સોલાર પેનલ નહીં નાખી પૈસા પણ પરત નહીં આપી જે થાય તે કરી લેવાની ધમકી આપી હતી. જેથી આખરે ભોગ બનનાર પરણીતાએ આ મામલે ડિંડોલી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે યુવક સામે છેતરપિંડીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

મૂળ રાજસ્થાનના સીરોઈ જિલ્લાના વતની અને સુરતના ડીંડોલી વિસ્તારમાં રામી પાર્કની બાજુમાં આવેલ સાંઈ દર્શન સોસાયટીમાં રહેતા 45 વર્ષીય રેખા કાંતિલાલ નાગર એ ગતરોજ ગણેશ મલ્લૈયા ગુડલા સામે ડીંડોલી પોલીસ મથકમાં બે લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે ગણેશ મલ્લૈયા ગુડલા નામના વ્યક્તિએ સોલાર પેનલ નાખી આપવાનું કહીને રેખાબેન તથા તેના પરથી કાંતિલાલ પાસેથી રૂપિયા બે લાખ લઈ લીધા હતા.

જોકે બાદમાં સોલાર પેનલ નહીં નાખી માત્ર સમય પસાર કર્યો હતો. જેથી કાંતિલાલે ગણેશને ફોન કરી કા તો સોલાર પેનલ નાખી જાવ કા તો રૂપિયા બે લાખ પરત આપી દો તેવું કહેતા ગણેશે કાંતિલાલ ને એલફેલ ગાળો ભાંડી તારું કામ નહીં થાય, તારે જે કરવું હોય તે કરી લે તેમ કહી રેખાબેનના ઘરે સોલાર પેનલ નહીં નાખી આપી અને પૈસા પણ ચાઉં કરી છેતરપિંડી કરી હતી. જેથી આખરે ડીંડોલી પોલીસમાં રેખાબેનની ફરિયાદ લઈ ગણેશ સામે છેતરપિંડીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande