ગુજરાત એટીએસને વધુ એક સફળતા,ગઝવા એ હિન્દની સ્થાપનાના સપના જોતા બે આતંકવાદીઓ ઝડપાયા
- બોમ્બ બનાવવાની તૈયારીમાં હતા - મોબાઇલમાં દેશ વિરોધી પ્રવૃત્તિના પ્લાનિંગની ચેટ અમદાવાદ,21 એપ્રિલ (હિ.સ.) ગુજરાત એટીએસને વધુ એક સફળતા હાથ લાગી છે. એટીએસે ગુજરાત અને મુંબઈથી બે યુવકોની ધરપકડ કરી છે. સોશિયલ મીડિયા મારફતે દેશ વિરોધી કાવતરું રચી
ગુજરાત એટીએસને વધુ એક સફળતા,ગઝવા એ હિન્દની સ્થાપનાના સપના જોતા બે આતંકવાદીઓ ઝડપાયા


- બોમ્બ બનાવવાની તૈયારીમાં હતા

- મોબાઇલમાં દેશ વિરોધી પ્રવૃત્તિના પ્લાનિંગની ચેટ

અમદાવાદ,21 એપ્રિલ (હિ.સ.) ગુજરાત એટીએસને વધુ એક સફળતા હાથ લાગી છે. એટીએસે ગુજરાત અને મુંબઈથી બે યુવકોની ધરપકડ કરી છે. સોશિયલ મીડિયા મારફતે દેશ વિરોધી કાવતરું રચી ગઝવા-એ-હિંદ સ્થાપિત કરવાની કટ્ટરપંથી વિચારધારા બન્ને યુવકો ધરાવતા હતા. આ લોકો આઈએસઆઈએસ સહિત અન્ય કટ્ટર ઇસ્લામિક માનસિકતા ધરાવતા લોકો સાથે સંપર્કમાં હોવાની માહિતી પણ સામે આવી છે.

ગુજરાત એટીએસએ કટ્ટરપંથી વિચાર ધરાવતા બે આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ સોશિયલ મીડિયા મારફતે દેશ વિરોધી કાવતરું રચી ગઝવા એ હિન્દની સ્થાપના કરવાનું વિચારીને હુમલો કરવાની તૈયારી કરતા હતા.આરોપીઓ પાસેથી વાંધાજનક સાહિત્ય પણ મળી આવ્યા છે જેની હાલ તપાસ ચાલી રહી છે.

ગુજરાત એટીએસના પી.એસ.આઇ એ.પી પરમારને બાતમી મળી હતી કે સિદ્ધપુર ખાતે રહેતો ઈરફાન પઠાણ નામનો 22 વર્ષનો યુવક ઈસ્લામી કટ્ટરપંથી વિચારધારા ધરાવે છે અને તેના મળતિયાઓ સાથે મળીને ભારતમાં ગઝવા એ હિન્દની સ્થાપના કરવા હુમલો કરવાનું કાવતરું ઘડી રહ્યો છે. આરોપીએ અત્યારે ફંડ ભેગા કરવાના અને બોમ્બ બનાવવાની તૈયારી પણ કરી છે.જેથી એટીએસ દ્વારા અલગ અલગ ટીમ બનાવી ઈરફાનની સિદ્ધપુર ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી.

જે બાદ ઈરફાનની તપાસ કરતા મોબાઈલ ફોનમાંથી વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામ મારફતે ISIS તથા અન્ય વિવિધ કટર ઈસ્લામિક માનસિકતા ધરાવતા લોકોના ગ્રુપ સાથે સંપર્કમાં હોવાનું સામે આવ્યું હતું.

ઈરફાને તેના મળતિયાઓ સાથે મળીને દેશમાં ગઝવા એ હિન્દ સ્થાપિત કરવા માટે રાજકીય નેતાઓ, આરએસએસ સાથે સંકળાયેલા લોકોને મારવા માટે અને શરિયત લાગુ કરવા માટે વિવિધ રાજ્યોમાં સમાન ઈસ્લામિક વિચારધારા ધરાવતા લોકોને એક સાથે જોડી RDX બોમ્બ અને અન્ય પ્રકારના બોમ્બ બનાવવાની ટ્રેનિંગ કેવી રીતે આપવી, કેમ્પમાં મોકલવા, ISIS તથા અન્ય ઓર્ગેનાઈઝેશન સાથે સંપર્ક બનાવી પાકિસ્તાન અને અફઘાનિસ્તાન હથિયારોનું સ્મગલિંગ કરવું અને ફંડ ભેગું કરવાનું પ્લાનિંગ કર્યું હતું.

એટીએસની ગિરફતમાં આવેલા આ બન્ને યુવકો ઈરફાન ખાન પઠાણ અને મુર્શિદ શેખ છે. ઈરફાન મૂળ પાટણનો રહેવાસી છે અને એએમસી કેમિસ્ટ્રીનો અભ્યાસ કર્યો છે. ત્યારે મુર્શિદ મૂળ બિહારનો છે અને મુંબઈમાં નોકરી કરે છે. એટીએસએ માહિતીના આધારે પહેલા ઈરફાનની ધરપકડ કરી ત્યાર બાદ તપાસમાં અન્ય આરોપીને મુંબઈથી પકડી પાડેલ છે. આ લોકો ગઝવા એ હિંદ સ્થાપિત કરવાના ઇરાદા સાથે સોશિયલ મીડિયા ગ્રુપમાં જોડાયા હતા.

ઈરફાન સામે ગુનો નોધી તપાસ કરવામાં આવી રહી હતી.

આ દરમિયાન ઈરફાન સાથે મુંબઈનો મૂર્શિદ નામનો 21 વર્ષીય યુવક પણ જોડાયેલો હોવાનું સામે આવ્યું હતું. એટીએસએ મુર્શિદ શેખની પણ મુંબઈથી ધરપકડ કરી હતી.તપાસ કરતા મોબાઈલમાંથી કટ્ટરપંથી સાહિત્ય મળી આવ્યું હતું. આ ઉપરાંત દેશ વિરોધી પ્રવૃત્તિઓ કરવા માટે પ્લાનિંગની ચેટ પણ મળી આવી હતી.બંને આરોપીઓની ધરપકડ કરીને બંનેના 11 દિવસના રિમાન્ડ મેળવી એટીએસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande