
ઈમ્ફાલ, નવી દિલ્હી, 21 એપ્રિલ (હિ.સ.). મણિપુરમાં મંગળવારે સવારે ત્રણ કલાકના અંતરાલમાં ભૂકંપના બે આંચકા અનુભવાયા હતા. ભૂકંપનો પહેલો આંચકો સવારે 05 કલાકે 59 મિનિટ 33 સેકન્ડ અને બીજો આંચકો સવારે 09 કલાકે 03 મિનિટ 25 સેકન્ડ પર અનુભવાયો હતો.
ભારતીય સિસ્મોલોજી સેન્ટર અનુસાર, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.2 અને 3.3 માપવામાં આવી હતી. પ્રથમ ભૂકંપ મણિપુરના કામજોંગ જિલ્લામાં જમીનની અંદર આશરે 62 કિલોમીટરની ઊંડાઈએ સ્થિત હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ 24.703 ઉત્તર અક્ષાંશ અને 94.415 પૂર્વ રેખાંશ પર નોંધાયું હતું. બીજો ભૂકંપ પણ મણિપુરના કામજોંગ જિલ્લામાં જમીનની અંદર આશરે 56 કિલોમીટરની ઊંડાઈએ સ્થિત હતો. જ્યારે બીજા ભૂકંપનું કેન્દ્રબિંદુ 24.737 ઉત્તર અક્ષાંશ અને 94.185 પૂર્વ રેખાંશ પર નોંધાયું હતું.
આંચકા અનુભવાતા જ લોકો ગભરાઈને પોતાના ઘરોની બહાર નીકળી આવ્યા હતા. રાહતની વાત એ રહી કે હાલમાં કોઈ પણ પ્રકારના જાન-માલના નુકસાનના સમાચાર નથી. વહીવટીતંત્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. લોકોને સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / અરવિંદ રાય / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ