ફોરેક્સ ટ્રેડિંગમાં રોકાણના બહાને સોલંકી પરિવારનું 2.05 કરોડમાં ઉઠામણું
સુરત, 21 એપ્રિલ (હિ.સ.) શહેરમાં ફરી એકવાર ફોરેક્સ ટ્રેડિંગના નામે મોટી આર્થિક છેતરપીંડીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મોટા વરાછા, લજામણી ચોક, મેરેડીયન બીઝનેશ સેન્ટરમાં ઓફિસ ધરાવતા સોલંકી પરિવાર સહિત ચાર જણાએ ફોરેક્સ ટ્રેડિંગમાં રોકાણ કરવાથી દર મહ
Fraud


સુરત, 21 એપ્રિલ (હિ.સ.) શહેરમાં ફરી એકવાર ફોરેક્સ ટ્રેડિંગના નામે મોટી આર્થિક છેતરપીંડીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મોટા વરાછા, લજામણી ચોક, મેરેડીયન બીઝનેશ સેન્ટરમાં ઓફિસ ધરાવતા સોલંકી પરિવાર સહિત ચાર જણાએ ફોરેક્સ ટ્રેડિંગમાં રોકાણ કરવાથી દર મહિને ચારથી પાચ ટકા વળતર આપવાની લોભામણી સ્ક્રીમ આપી 13 જેટલા લોકો પાસે કુલ રૂપીયા 2.05 કરોડનું રોકાણ કરાવ્યા બાદ ઉઠામણું કરી રફુચક્કર થઈ જતા ચકચાર મચી જવા પામી છે.

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ કતારગામ, ડભોલી ચાર રસ્તા, સ્વામિનારાયણ નગર ખાતે રહેતા અનિલ રામજીભાઇ બલર એ ગતરોજ આરોપી અશોક મુળજીભાઇ સોલંકી, જય અશોકભાઇ સોલંકી, જ્યોતિ અશોકભાઇ સોલંકી તેમજ ઋષિ સુરેશભાઇ પટેલ સામે ફરિયાદ નોધાવી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, આરોપીઓએ ભેગા મળી પૂર્વ આયોજિત કાવતરું રચ્યું હતું. મોટા વરાછાના લજામણી ચોક ખાતે આવેલ મેરેડીયન બિઝનેસ સેન્ટર મોલમાં ઓફિસ રાખી ‘એપીક ઇનોવેશન એલ.એલ.પી.’ નામની પેઢી હેઠળ ફોરેક્સ ટ્રેડિંગનો વ્યવસાય કરતા હોવાનો દાવો કરી રોકાણકારોને આકર્ષ્યા હતા. અનિલ બલર સહિતના અન્ય લોકોને આ ઓફિસમાં બોલાવી પ્રેઝન્ટેશન આપી ફોરેક્સ માર્કેટમાં રોકાણ કરવાથી દર મહિને 4 થી 5 ટકા નફો મળશે તેવી ખાતરી આપી હતી. નિયમિત આવકનો ભરોસો આપતા અનેક લોકો તેમની વાતમાં આવી ગયા હતા. શરૂઆતમાં નફો બતાવી ફસાવ્યા હતા.

જોકે તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓએ શરૂઆતમાં નાના-મોટા રિટર્ન આપી રોકાણકારોમાં વિશ્વાસ ઊભો કર્યો હતો. બાદમાં વધુ નફાની લાલચ આપી 2 માર્ચ 2024થી .22 જુન 2024 સુધીમાં અનિલ બલર પાસેથી અલગ-અલગ હપ્તામાં કુલ રૂ.35 લાખ મેળવ્યા હતા. આ ઉપરાંત અન્ય 12 જેટલા લોકો પાસેથી રૂ.1.70 કરોડથી વધુની રકમનું રોકાણ કરાવી કુલ રૂ.2,05,28,000 જેટલી મોટી રકમ આરોપીઓએ ઉઘરાવી હતી.

જોકે સોલંકી પરિવારે નક્કી કરેલ સમયમાં પૈસા કે નફો પરત માંગતા ગલ્લા તલ્લાં કરવા લાગ્યા હતા અને થોડા સમયમાં ચુકવી આપવાના વાયદાઓ આપી ધીમે ધીમે ઓફિસ બંધ કરી સંપર્ક તોડી નાખતા છેતરપીંડીનો ભાંડો ફૂટ્યો હતો. અનિલભાઈ સહિતના રોકાણકારોને તેમની સાથે ફોરેક્સ માર્કેટમાં રોકાણથી ઉંચુ વળતર મળશે હોવાની લાલચ આપી રોકાણ કરાવી છેતરપિંડી કરવામાં આવી હોવાનો ખ્યાલ આવતા ગતરોજ ફરિયાદ નોધાવતા ઉત્રાણ પોલીસે ગુનો દાખલ કરી ઈકો સેલના અધિકારી દ્વારા તપાસ શરુ કરવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande