મલ્લિકાર્જુન કેલગડેએ, 75 વર્ષની વયે પાલી ભાષાની પરીક્ષામાં ઉત્કૃષ્ટ સફળતા મેળવી
વિજયપુર, નવી દિલ્હી, 21 એપ્રિલ (હિ.સ.) કર્ણાટકના વિજયપુર શહેરના રહેવાસી અને માહિતી વિભાગના નિવૃત્ત વરિષ્ઠ અધિકારી મલ્લિકાર્જુન કેલગડેએ 75 વર્ષની વયે પાલી ભાષાની પરીક્ષામાં નોંધપાત્ર સફળતા મેળવીને એક મિસાલ કાયમ કરી છે. તેમની આ સિદ્ધિએ સાબિત કરી દીધુ
મલ્લિકાર્જુન કેલગડે


વિજયપુર, નવી દિલ્હી, 21 એપ્રિલ (હિ.સ.) કર્ણાટકના વિજયપુર શહેરના રહેવાસી અને માહિતી વિભાગના નિવૃત્ત વરિષ્ઠ અધિકારી મલ્લિકાર્જુન કેલગડેએ 75 વર્ષની વયે પાલી ભાષાની પરીક્ષામાં નોંધપાત્ર સફળતા મેળવીને એક મિસાલ કાયમ કરી છે. તેમની આ સિદ્ધિએ સાબિત કરી દીધું છે કે, શીખવાની કોઈ ઉંમર હોતી નથી.

પાલી ભાષા પ્રત્યેની પોતાની ઊંડી રુચિને કારણે મલ્લિકાર્જુન કેલગડેએ, સિદ્ધાર્થ વિહાર ટ્રસ્ટ હેઠળ કાર્યરત આંતરરાષ્ટ્રીય પાલી, સંસ્કૃત અને તુલનાત્મક દર્શન સંસ્થામાં પ્રવેશ લીધો હતો. તેમણે એક વર્ષનો ડિપ્લોમા અભ્યાસક્રમ પૂરી લગન અને મહેનત સાથે પૂર્ણ કર્યો અને પરીક્ષામાં હાજર રહ્યા.

પરીક્ષામાં તેમણે કુલ 500 ગુણમાંથી 403 ગુણ મેળવીને ઉત્કૃષ્ટ સ્થાન પ્રાપ્ત કર્યું. તેમની આ સિદ્ધિ બદલ કર્ણાટક સંસ્કૃત યુનિવર્સિટી દ્વારા તેમને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા.

પાલી ભાષાને એક પ્રાચીન શાસ્ત્રીય ભાષા તરીકે માન્યતા પ્રાપ્ત છે અને તે ભગવાન બુદ્ધના ઉપદેશો તથા ત્રિપિટક ગ્રંથોને સમજવા માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ અઘરી ભાષામાં સફળતા મેળવવી એ તેમની મહેનત અને સમર્પણનું પ્રમાણ છે.

મલ્લિકાર્જુન કેલગડેની આ પ્રેરણાદાયક સિદ્ધિ પર તેમના મિત્રો, પરિવારજનો અને શુભેચ્છકોએ આનંદ વ્યક્ત કરી તેમને અભિનંદન પાઠવ્યા છે. તેમની આ સફળતા યુવાનોની સાથે સાથે વરિષ્ઠ નાગરિકો માટે પણ એક પ્રેરણા બનીને સામે આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / રાકેશ મહાદેવપ્પા / ઉદય કુમાર સિંહ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande