
કચ્છ, 21 એપ્રિલ (હિ.સ.) ભુજ શહેરના નર નારાયણ નગર વિસ્તારમાં બપોરના સમયે આગની ઘટના સર્જાતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બપોરે આશરે 12:30 વાગ્યે ફાયર સ્ટેશન ઓફિસર સચિન બી પરમારને કોલ મળતા માહિતી મળી કે શેરી નંબર 11 ખાતે આવેલ એક ખુલ્લા પ્લોટમાં ઝાડી-જાખરા (બાવડીયા)માં અચાનક આગ લાગી છે.
ઘટનાની ગંભીરતા સમજી તાત્કાલિક ફાયર વિભાગની ટીમ સ્થળ પર દોડી આવી હતી. આગ ઝડપથી ફેલાઈ શકે તેવી સ્થિતિ હોવા છતાં ફાયર ફાઈટરોની સતર્કતા અને ઝડપી કામગીરીના કારણે આગને સમયસર કાબૂમાં લેવામાં આવી હતી, જેના કારણે મોટી જાનહાનિ કે સંપત્તિ નુકસાન ટળી ગયું.
આ કામગીરી દરમિયાન ભુજ ફાયર વિભાગના ડી.સી.ઓ મહમદભાઈ જત, કરણ જોશી અને વિશાલ ગોર સહિતની ટીમે સક્રિય ભૂમિકા ભજવી હતી. સાથે સાથે ટ્રેનિંગ સ્ટાફ પણ કામગીરીમાં જોડાયો હતો, જેના કારણે આગ બુઝાવવાની પ્રક્રિયા વધુ સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થઈ શકી હતી.
પ્રાથમિક માહિતી મુજબ આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી સામે આવ્યું નથી, પરંતુ ખુલ્લા પ્લોટમાં સૂકી ઝાડી-જાખરા હોવાના કારણે આગ ઝડપથી ફેલાઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે.
આ ઘટનાએ ફરી એકવાર ગરમીના સમયમાં આગ જેવી ઘટનાઓ પ્રત્યે સાવચેતી રાખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. સ્થાનિકોએ પણ સમયસર જાણ કરતા
હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar