
નવી દિલ્હી, 21 એપ્રિલ (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આદિ શંકરાચાર્ય જયંતીના પવિત્ર અવસર પર, મહાન દાર્શનિક અને આધ્યાત્મિક ગુરુ આદિ શંકરાચાર્યને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
વડાપ્રધાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર પોતાના સંદેશમાં જણાવ્યું હતું કે, આદિ શંકરાચાર્ય ભારતના મહાન આધ્યાત્મિક વિભૂતિઓમાંના એક છે, જેમની શિક્ષા, વિચારો અને અદ્વૈત વેદાંતનું દર્શન આજે પણ વિશ્વભરમાં અસંખ્ય લોકોનું માર્ગદર્શન કરી રહ્યું છે.
તેમણે કહ્યું કે, શંકરાચાર્યએ સદભાવના, શિસ્ત અને સમગ્ર અસ્તિત્વની એકતા પર ભાર મૂક્યો હતો. તેમના પ્રયાસોએ આધ્યાત્મિક ચિંતનને પુનર્જીવિત કર્યું અને દેશભરમાં આધ્યાત્મિક કેન્દ્રોની સ્થાપના કરીને કાયમી પ્રેરણા પૂરી પાડી.
વડાપ્રધાને તેમના સંદેશમાં કામના કરી હતી કે, આદિ શંકરાચાર્યની જ્ઞાન-પ્રેરણા ભવિષ્યમાં પણ લોકોનો માર્ગ પ્રકાશિત કરતી રહે અને સમાજને સત્ય, કરુણા તથા સામૂહિક કલ્યાણ પ્રત્યે પ્રતિબદ્ધ રાખે.
હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ