પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, રાષ્ટ્રની સેવા એ જ વિકસિત ભારતનો પાયો
નવી દિલ્હી, 21 એપ્રિલ (હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, સિવિલ સેવા દિવસ પર દેશના સનદી અધિકારીઓને સંબોધિત કરતા રાષ્ટ્રીય સેવાને વિકસિત ભારત નો મજબૂત પાયો ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, વિકાસને અંતિમ વ્યક્તિ સુધી લઈ જવો એ જ મજબૂત, સમૃદ્ધ અને
વડા પ્રધાન નરેન્દ્ર મોદી-ફાઈલ ફોટો


નવી દિલ્હી, 21 એપ્રિલ (હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, સિવિલ સેવા દિવસ પર દેશના સનદી અધિકારીઓને સંબોધિત કરતા રાષ્ટ્રીય સેવાને વિકસિત ભારત નો મજબૂત પાયો ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, વિકાસને અંતિમ વ્યક્તિ સુધી લઈ જવો એ જ મજબૂત, સમૃદ્ધ અને સંવેદનશીલ ભારતનું નિર્માણ કરવાનો આધાર છે.

પ્રધાનમંત્રી મોદીએ મંગળવારે એક્સ પર તેમના સંદેશમાં એક અવતરણ શેર કરીને સનદી અધિકારીઓને તેમની ફરજો અને મૂલ્યોની યાદ અપાવી હતી. તેમણે લખ્યું હતું કે,

“शीलं परहितासक्तिः अनुत्सेकः क्षमा धृतिः। अलोभश्चेति विद्यायाः परिपाकोञ्चलं फलम्॥”

આ સુભાષિત નો અર્થ એ છે કે, સાચા શિક્ષણનું પરિપક્વ ફળ સારા ચારિત્ર્ય, પરોપકારની ભાવના, અહંકારની ગેરહાજરી, ક્ષમા, ધીરજ અને લોભથી દૂર રહેવામાં આવે છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ ગુણો એક આદર્શ સનદી અધિકારીની ઓળખ છે અને આ મૂલ્યોના આધારે દેશને આગળ ધપાવી શકાય છે. પ્રધાનમંત્રીએ તમામ સનદી અધિકારીઓને જાહેર સેવાને સર્વોપરી રાખીને દરેક નાગરિક સુધી વિકાસનો લાભ પહોંચાડવાના તેમના સંકલ્પને પુનરાવર્તિત કરવા હાકલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, નાગરિક સેવા દિવસ એ સુશાસન અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત કરવાનો પ્રસંગ છે.

સનદી અધિકારીઓના યોગદાનની પ્રશંસા કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે, પાયાના સ્તરથી લઈને નીતિ ઘડતર સુધીના તેમના પ્રયાસો અગણિત લોકોના જીવનને પ્રભાવિત કરે છે અને ભારતની પ્રગતિમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, દેશના સનદી અધિકારીઓ ફરજના ઉચ્ચતમ ધોરણો જાળવી રાખીને ઉત્કૃષ્ટતા, કરુણા અને નવીનતા સાથે સેવા આપવાનું ચાલુ રાખશે.

હિન્દુસ્થાન સમાચાર /માધવી ત્રિપાઠી/મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande