
જામનગર, 06 એપ્રિલ (હિ.સ.) : જામનગરના કાલાવડ પંથક રૂપિયાની ઉઘરાણી મામલે બોલાચાલી બાદ બે પક્ષે કુહાડી, ધરિયા, પાઇપ વડે હુમલો થયો હતો. જે મામલે સામસામી ફરિયાદ નોંધાઈ છે. આ ઉપરાંત જોગવડ અને પડાણા ગામે પણ હુમલાનો બનાવ સામે આવ્યો છે.
કાલાવડના અરલાગામેં રહેતા ઇમ્તીયાઝ નુરમામદભાઇ આદમાણી એ આરોપી ધર્મરાજસિહ ઉર્ફ ધમભા જાડેજા (રહે.મછલીવડ) અને બે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી જણાવ્યું કે, આરોપી ધર્મરાજસિંહએ ફરિયાદીના મીત્ર ઇલીયાશને વ્યાજે રૂપિયા આપ્યા બાદ ઉધરાણી માટે પ્રથમ ફોનમાં ગાળો આપી ઝધડો કરવા માટે અરલા, જામવાડી કાચા રોડ ઉપર બોલાવ્યા બાદ હુમલો કર્યો હતો.
આરોપી ધર્મરાજ તથા બે અજાણ્યા શખ્સોએ ફરીયાદી ઇમ્તીયાઝ અને તેના દીકરા વાસીફ ઉપર ધારીયા, કુહાડી, પાઇપ વડે હુમલો કર્યો હતો. જેમાં બન્ને ઇમ્તીયાઝને ચાર અને વાસીફને પાંચ ટાંકા લેવા પડ્યા હતા.
સામા પક્ષે ધર્મરાજસિંહે આરોપી ઇમ્તીયાઝ અને ઇમરાન નામના બે શખ્સો સામે ફરિયાદ નોંધાવી જણાવ્યું કે ફરિયાદીએ ઇલ્યાસભાઇ શેખને 15 હજાર ઉછીના આપ્યા હતા. જો કે, જે રૂપિયા ન અપાતા વચ્ચે રહેલા ઇમ્તીયાઝને રૂપિયા આપવાનું કહેતા આરોપી ઇમ્તીયાઝભાઇએ ફરિયાદીને બોલાવી લાકડાના ધોકા વડે હુમલો કરી ધમકી આપતા કહ્યું કે આજે તો તુ બચી ગયો છો. બીજીવાર જો રૂપિયાની માંગણી કરી તો તને જાનથી મારી નાખીશું. પોલીસે બંને પક્ષે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
આ ઉપરાંત જોગવડ પાટીયા, રાણીશીપ વિસ્તાર ખાતે ગુલાબભાઈની ભાડાની ઓરડી પાસે હુમલા મામલે ફરિયાદી પરવીનબેન મોહમ્મદ ફિરોઝએ ઓરડીની સામે રહેતા અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી જણાવ્યું કે, પોતાના (ફરીયાદી)ના ભાઈ દાઉદ અને જાવેદ બન્ને પોતાના મકાને જતા હતા.
ત્યારે આરોપીએ બન્નેને બોલાવી અહી શુ કામ આવ્યા છો? તેમ કહી ઢીકાપાટુનો માર અને વચ્ચે પડેલા ફરિયાદીના પતિને તેમજ ફરિયાદી અને તેની બે પુત્રીઓને પણ માર માર્યો હતો અને ગુજરાતમાં મજુરી કામ નહી કરવા દઈ તેમજ અહી રહેશો તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
વધુમાં પડાણા ગામે રહેતા પ્રભુદાસ યાદવ નામના પરપ્રાંતિય યુવાનને આરોપી મુકેશ યાદવે તું નોકરી મુકી દેજે તેમ કહીને ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બાદમાં રસ્તામાં રોકીની લાકડા ધોકા ફટકાર્યા હોવાની ફરિયાદ નોંધાઈ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt