
પાટણ, 07 એપ્રિલ (હિ.સ.)સમી તાલુકામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને બપોર બાદ ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો. ધોધમાર વરસાદને કારણે સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ અને વિઝિબિલિટી ઘટતા વાહનચાલકોને લાઇટો ચાલુ રાખવી પડી.
મુખ્ય મથક સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો. સોનાર, નાયકા, દુદખા જેવા ગામોમાં ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, જેના કારણે લોકોમાં મુશ્કેલી ઊભી થઈ.
આ અચાનક વરસાદથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો, કારણ કે પાકને નુકસાન થવાની ભીતિ વધી ગઈ છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ