
પોરબંદર, 06 એપ્રિલ (હિ.સ.)પોરબંદરના સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ કોઈ શખસ દ્વારા તેમનું અને તેમના ભાઈનું ફેસબુકમાં ફેક આઈ.ડી. બનાવી તેમના ફોટો શેર કર્યા હોવાની ફરિયાદ દાખલ કરાવી હતી જે ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી મૂળ આદિત્યાણાનો ભાવેશ રામભાઈ ઝાલા નામનો શખ્સે આ ગુનાહિત કૃત્ય કર્યું હોવાનું સામે આવ્યું હતું અને હાલ આ શખ્સ જૂનાગઢ ખાતે હોવાની માહિતી મળી હતી જેથી પોલીસે જૂનાગઢથી ભાવેશ ઝાલાને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. હાલ આ કેસમાં સાઈબર ક્રાઈમના પી.આઈ. ચૌધરી વધુ તપાસ કરી રહ્યા છે. આ કામગીરીમાં સાઇબર ક્રાઈમ પો.સ્ટે.ના પી.આઈ. એસ.આર. ચૌધરી, એ.એસ. આઈ. કે.બી. ઓડેદરા, ડી.એચ. પટેલ. કોન્સ. સુભાષભાઈ જોષી તથા ડ્રાઈવર મહેશભાઈ સોલંકી રોકાયેલ હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya