
ભાવનગર 6 એપ્રિલ (હિ.સ.) Train No. 59205 કાનાલુસ - પોરબંદર માં વાંસજાળિયા સ્ટેશનના હાઉસકીપિંગ સ્ટાફ શ્રી પરેશ એલ. વાઘેલા ને એક મોબાઇલ ફોન મળ્યો હતો.
તેમણે સંપૂર્ણ ઈમાનદારી અને જવાબદારી સાથે તે મોબાઇલને સુરક્ષિત રાખી, સંબંધિત મુસાફરને પરત સોંપ્યો। અંદાજે ₹30,000 કિંમતનો મોબાઇલ પરત મળતા મુસાફરે રેલવે પ્રશાસન તથા પરેશ એલ. વાઘેલા પ્રત્યે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો.
પરેશ એલ. વાઘેલા નું આ પ્રશંસનીય કાર્ય ઈમાનદારી, કર્તવ્યનિષ્ઠા અને ઉત્તમ સેવા ભાવનાનું પ્રેરણાદાયક ઉદાહરણ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ