વાલિયા તાલુકાના નેત્રંગ પોલીસ સ્ટેશન વિસ્તાર જુની જામુની ગામમાં તસ્કરોનો આતંક
-રહેણાંક વિસ્તારમાંથી ખેડૂતના ઘર આંગણે મૂકેલી મોટરસાયકલની ઉઠાંતર -મુકેશ ચૌધરીએ તેની બાઈકના ફોટો અને આરસી બુક સહિતના પોલીસને પુરાવા આપ્યા છે -ખેડૂતે શોધખોળ કરી નહીં મળતા આખરે પોલીસ ફરિયાદ નોંધાવી ભરૂચ 06 એપ્રિલ (હિ.સ.) વાલિયા તાલુકાના જુની જામુ
વાલિયા તાલુકાના નેત્રંગ પોલીસ સ્ટેશન વિસ્તાર જુની જામુની ગામમાં તસ્કરોનો આતંક


વાલિયા તાલુકાના નેત્રંગ પોલીસ સ્ટેશન વિસ્તાર જુની જામુની ગામમાં તસ્કરોનો આતંક


વાલિયા તાલુકાના નેત્રંગ પોલીસ સ્ટેશન વિસ્તાર જુની જામુની ગામમાં તસ્કરોનો આતંક


-રહેણાંક વિસ્તારમાંથી ખેડૂતના ઘર આંગણે મૂકેલી મોટરસાયકલની ઉઠાંતર

-મુકેશ ચૌધરીએ તેની બાઈકના ફોટો અને આરસી બુક સહિતના પોલીસને પુરાવા આપ્યા છે

-ખેડૂતે શોધખોળ કરી નહીં મળતા આખરે પોલીસ ફરિયાદ નોંધાવી

ભરૂચ 06 એપ્રિલ (હિ.સ.) વાલિયા તાલુકાના જુની જામુની ગામે નેત્રંગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી વાહન ચોર ટોળકી સક્રિય થઈ હોય તેમ લાગી રહ્યું છે. નેત્રંગના એક જાગૃત નાગરિકની મોટરસાયકલ અજાણ્યા શખ્સો ચોરી કરી ફરાર થઈ જતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આ અંગે ભોગ બનનારે નેત્રંગ પોલીસ મથકે લેખિત અરજી આપી કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી છે.

ઘટનાની હકીકત જોતા જૂની જામુની ખાતે રહેતા ફરિયાદી ચૌધરી મુકેશ દેવજીની હિરો હોન્ડા મોટર્સ લિ. કંપનીની સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ ખરીદ કરેલ છે જેનો રજી. નં.GJ 16 CA 7444 છે.આ મોટરસાયકલ તેમના નિવાસસ્થાન આગળ લોક મારીને મુકેલી હતી જે કોઈ અજાણ્યા તસ્કરો ઉઠાવી ગયા હતા. મુકેશ ચૌધરીએ પોતાની મોટરસાયકલની ઘણી શોધખોળ કરી હતી, પરંતુ કોઈ પત્તો ન લાગતા આખરે તેમણે પોલીસના દ્વાર ખટખટાવ્યા છે.

મુકેશ ચૌધરીએ નેત્રંગ પોલીસ મથકમાં તારીખ 06/04/2026 ના રોજ લેખિત રજૂઆત કરી તેમાં જણાવેલ કે મારી ફરિયાદ ધ્યાને લઈ યોગ્ય કાર્યવાહી કરી, અમારી મોટરસાયકલ શોધી અમોને પરત અપાવવા કાયદેસર કાર્યવાહી હાથ ધરવા માંગ કરી છે. આ અરજી સાથે ફરિયાદીએ પુરાવા તરીકે આટલા મુજબના દસ્તાવેજો પણ સામેલ કર્યા છે મોટરસાયકલની આર.સી. બુકની ઝેરોક્ષ નકલ અને મોટરસાયકલના ફોટોગ્રાફ્સ

નેત્રંગમાં વધતી જતી ચોરીની ઘટનાઓને પગલે સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. લોકોની માંગ છે કે પોલીસ રાત્રિ પેટ્રોલીંગ સઘન બનાવે અને સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોનું પગેરું દબાવી તેમને જેલના સળિયા પાછળ ધકેલે. હવે જોવાનું એ રહે છે કે પોલીસ આ દિશામાં કેટલી ઝડપથી તપાસ હાથ ધરી ફરિયાદીને ન્યાય અપાવે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande