
પાટણ, 06 એપ્રિલ (હિ.સ.)ચાણસ્મા તાલુકાના 200થી વધુ સ્પર્ધાત્મક પરીક્ષાના ઉમેદવારો મામલતદાર કચેરીએ એકત્ર થઈ તેમની માંગણીઓ સાથે આવેદનપત્ર સુપરત કર્યું હતું.
ઉમેદવારોની મુખ્ય માંગ છે કે GPSC દ્વારા લેવાતી CCE ભરતી પરીક્ષા CBRT (ઓનલાઇન) પદ્ધતિને બદલે OMR-MCQ (ઓફલાઇન) પદ્ધતિથી લેવામાં આવે. તેઓ ઓનલાઈન પરીક્ષા પદ્ધતિનો વિરોધ કરી રહ્યા છે.
પરીક્ષા પદ્ધતિમાં વારંવાર થતા ફેરફારોને કારણે ઉમેદવારોમાં રોષ છે. તાજેતરના બદલાવથી તેમને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરી છે, જેના કારણે પાટણ જિલ્લામાં નારાજગી જોવા મળી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ