પોરબંદર નજીક રીક્ષા પલટી મારી જતા બાળકનું મોત.
પોરબંદર, 06 એપ્રિલ (હિ.સ.)પોરબંદરમા સોમવાર કાળમુખો બની રહ્યો હોય તેમ વહેલી સવારે બાઇક અને બુલેટ વચ્ચે સર્જાયેલા અકસ્માતમા ચાર યુવાનોએ જીવ ગુમાવ્યો હતો તો ખાપટ -કોલીખડા રોડ પર સ્કુલ રીક્ષા પલટી જતા સાત વર્ષના બાળકનુ મોત થયુ હતુ જયારે અન્ય એક બાળક ઈજ
પોરબંદર નજીક રીક્ષા પલટી મારી જતા બાળકનું મોત.


પોરબંદર નજીક રીક્ષા પલટી મારી જતા બાળકનું મોત.


પોરબંદર નજીક રીક્ષા પલટી મારી જતા બાળકનું મોત.


પોરબંદર, 06 એપ્રિલ (હિ.સ.)પોરબંદરમા સોમવાર કાળમુખો બની રહ્યો હોય તેમ વહેલી સવારે બાઇક અને બુલેટ વચ્ચે સર્જાયેલા અકસ્માતમા ચાર યુવાનોએ જીવ ગુમાવ્યો હતો તો ખાપટ -કોલીખડા રોડ પર સ્કુલ રીક્ષા પલટી જતા સાત વર્ષના બાળકનુ મોત થયુ હતુ જયારે અન્ય એક બાળક ઈજાગ્રસ્ત બન્યો હતો.

અકસ્માતની પ્રાપ્ત વિગત મુજબ પોરબંદરના ખાપટ -કોલીખડા રોડ પર સ્કુલ રીક્ષા જતી હતી તે દરમ્યાન રીક્ષા આડે પશુ ઉતરતા રીક્ષાના ચાલકે કાબુ ગુમાવત રીક્ષા પલટી મારી ગઈ હતી જેમા ધ્રુવ કિશોરભાઈ ભુવા નામના 7 વર્ષના બાળક સહિત બે બાળકો ઈજાગ્રસ્ત બન્યા હતા અને બન્ને બાળકોને ઈજા પહોંચતા બન્ને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામા આવ્યા હતા જેમા ધ્રુવ ભુવા નામના બાળકનુ મોત થયુ હતુ જેને પગલે ભારે ગમગીની છવાઈ ગઈ હતી બન્ને બાળકો જયુબેલી પ્રાથમિક શાળા ખાતે પરીક્ષા આપવા માટે જતા હતા તે દરમ્યાન અકસ્માતની ઘટના બની હતી બાળકના મોતને પગલે તેમના પરિવારજનોનુ હૈયાફટ રૂદનથી અહિં ઉપસ્થિત સૌકોઈની આંખ ભીની થઇ ગઇ હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande