ડભોલીમાં અગમ્ય કારણોસર દંપતિનો સામુહિક આપઘાત
સુરત, 06 એપ્રિલ (હિ.સ.): શહેરના સિંગણપોર ખાતે આવેલા ડભોલી ગામમાં યુવા દંપતીના આપઘાતની ઘટનાને પગલે ચકચાર મચી ગઈ હતી.ગત સાંજે પતિ પત્નીના મૃતદેહ ઘરમાં અલગ અલગ જગ્યાથી ફાસો ખાધેલી લટકતી હાલતમાં મળી આવ્યા હતા. આ સામુહિક આપઘાતની ઘટના અંગે જાણ કરવામાં આવ
ડભોલીમાં અગમ્ય કારણોસર દંપતિનો સામુહિક આપઘાત


સુરત, 06 એપ્રિલ (હિ.સ.): શહેરના સિંગણપોર ખાતે આવેલા ડભોલી ગામમાં યુવા દંપતીના આપઘાતની ઘટનાને પગલે ચકચાર મચી ગઈ હતી.ગત સાંજે પતિ પત્નીના મૃતદેહ ઘરમાં અલગ અલગ જગ્યાથી ફાસો ખાધેલી લટકતી હાલતમાં મળી આવ્યા હતા. આ સામુહિક આપઘાતની ઘટના અંગે જાણ કરવામાં આવતા સિંગણપોર ડભોલી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ઘરનો દરવાજો અંદરથી બંધ હોવાથી દરવાજો તોડીને બંને મૃતદેહ બાહર કાઢવામાં આવ્યા હતા અને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જોકે પ્રાથમિક દ્રષ્ટિએ આ બંને ઘરની અંદર દોરી વડે ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું છે .

સિંગણપોર ડભોલી પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ડભોલી ગામ ખાતે આવેલ ઘરનં.21,22 માં બનાવેલ ચાલીના રૂમમાં રહેતા તેજલબેન

ભાવેશભાઇ દેવીપુજક ( ઉ.વ.23 ) અને ભાવેશ કાંતિભાઈ દેવપૂજકના મૃતદેહ ગત સાંજે ઘરની અંદર ફાસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા.તેજલબેને રૂમમાં બનાવેલ કપડા ધોવાની ચોકડીની પાળી પાસે છતના ભાગે લગાવેલ લોખંડની હુક્ક સાથે નાયલોનની પટ્ટી બાંધી બાંધીને ગળા ફાસો ખાઈ લીધો હતો, જયારે પતિ ભાવેશભાઇએ રૂમમાં છતના ભાગે લગાવેલ સિલીંગ પંખાના હુક સાથે નાયલોનની દોરી બાંધી ફાસો ખાધો હતો. દંપતીના આ સામુહિક આપઘાતની ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં ચકચાર મચી ગઈ હતી.ઘટના અંગે જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.

પોલીસે જણાવ્યું હતું કે, દંપતીએ ઘરનો દરવાજો અંદરથી બંધ કરીને ગળા ફાંસો ખાઈ લીધો હતો.આજુબાજુમાં રહેતા સગા સંબંધીઓ બારીમાંથી જોતા બન્નેના મૃતદેહ લટકતી હાલતમાં જોવા મળ્યા હતા.પોલીસે ઘરનો દરવાજો તોડીને બન્ને મૃતદેહ નીચે ઉતાર્યા હતા અને પંચનામા સહિતની જરૂરી કાર્યવાહી કરીને પોસ્ટ મોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.વધુમાં પોલીસે જણાવ્યું હતું કે તેજલબેન અને ભાવેશભાઈએ બે વર્ષ પહેલા લગ્ન કર્યા હતા અને હાલમાં તેઓ બન્ને સાથે રહેતા હતા. જોકે તેઓએ આપઘાતનું આ પગલું કયા કારણસર ભર્યું છે તે હાલમાં જાણવા નથી મળ્યું.આગળની તપાસ ચાલી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande